અંડર-19 કેપ્ટન યશ ધુલની ડેબ્યૂ મેચમાં સદી ફટકારી શાનદાર શરૂઆત કરી

Sports
Sports

કોરોના સંક્રમણના કારણે વર્ષ 2020-21ની રણજી ટ્રોફીની સિઝન રદ કરવામાં આવી હતી.ત્યારે વર્ષ 2022માં ફરીથી આનું આયોજન થતા ભારતની અંડર-19 વિશ્વ ચેમ્પિયન ટીમના ખેલાડીઓને સારી તક મળી છે.જેમા ટીમના કેપ્ટન યશ ધુલે ડેબ્યૂ મેચમાં સદી ફટકારી હતી,ત્યારે બીજી બાજુ રાજ અંગદબાવાએ પહેલા બોલ પર જ વિકેટ લીધી હતી.

આમ દિલ્હીથી રમતા સમયે પોતાની ડેબ્યૂ મેચમાં યશે તમિલનાડુ વિરૂદ્ધ પોતાની રણજી ટ્રોફીની સફર શરૂ કરી હતી.આ દરમિયાન ધુલે તમિલનાડુ સામે 133 બોલમાં પોતાની સદી પૂરી કરી ડોમેસ્ટિક ક્રિકેટની ઈનિંગની શરૂઆત કરી હતી.જેમાં યશ ધૂલે પોતાની સદી દરમિયાન 16 ચોગ્ગા ફટકાર્યા હતા.

દિલ્હીની શરૂઆત ઘણી ખરાબ રહી હતી.આ મેચમાં ધ્રુવ શોરી (1) અને હિમ્મતસિંહ (0) પહેલી 3 ઓવરમા પેવેલિયન ભેગા થઈ ગયા હતા.ત્યારપછી નીતીશ રાણા સાથે મળીને યશે કાઉન્ટર એટેક કર્યો હતો.તેવામાં ચોથી વિકેટ માટે પણ જોન્ટી સિદ્ધુ સાથે મળીને યશે 100+ની પાર્ટનરશિપ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.