આજથી શરૂ થતાં જુનિયર મેન્સ હોકી વિશ્વકપમાં ભારત ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ઉતરશે

Sports
Sports

ઓડિશાના ભુવનેશ્વરમાં આવતીકાલથી 12માં જુનિયર મેન્સ હોકી વર્લ્ડકપનો પ્રારંભ થશે. ભારતની ભૂમિ પર સળંગ ત્રીજો જુનિયર વર્લ્ડકપ શરૂ થવા જઈ રહ્યો છે. જેમાં ભારતીય ટીમ ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ઉતરશે. ભારત તેની સૌપ્રથમ લીગ મેચમાં આવતીકાલે સાંજે 8:00 વાગ્યાથી ફ્રાન્સ સામે ટકરાશે. જે વર્લ્ડકપમાં વિશ્વની 16 ટીમો વચ્ચે 12 દિવસમાં 48 મેચો રમાશે. જેના આધારે ચેમ્પિયનનો નિર્ણય લેવાશે. આમ 16 ટીમોને ચાર-ચારના એક એવા ચાર ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. જેમની વચ્ચે પહેલા ગ્રૂપ મેચો રમાશે. જે તા.28મી નવેમ્બરે પુરી થઈ જશે. ત્યારબાદ 1 ડિસેમ્બરે ક્વાર્ટર તેમજ 3 ડિસેમ્બરે સેમિફાઈનલ રમાશે. જ્યારે તા.5 ડિસેમ્બરે ફાઈનલ મેચનું આયોજન થશે. ભારત બે વખત જુનિયર મેન્સ હોકી વર્લ્ડકપ જીતી ચૂક્યું છે. ભારતીય ટીમ અગાઉ વર્ષ 2001માં ઓસ્ટ્રેલિયન ભૂમિ પર રમાયેલા જુનિયર મેન્સ હોકી વર્લ્ડકપમાં સૌપ્રથમ વખત ચેમ્પિયન બની હતી. જે પછી ભારતે 2016માં લખનઉમાં રમાયેલો જુનિયર મેન્સ હોકી વર્લ્ડકપ પણ જીતી લીધો હતો. પાકિસ્તાનની ટીમ પણ આ વર્લ્ડકપમાં ભાગ લઈ રહી છે. જેઓ ઇસ.1979માં ચેમ્પિયન બન્યા હતા. ગ્રૂપ એ- બેલ્જીયમ,ચિલી,મલેશિયા અને સાઉથ આફ્રિકા, ગ્રૂપ બી- ભારત,કેનેડા,ફ્રાન્સ અને પોલેન્ડ, ગ્રૂપ સી- સાઉથ કોરિયા,નેધરલેન્ડ્સ,સ્પેન અને અમેરિકા, ગ્રૂપ ડી- આર્જેન્ટીના,ઈજીપ્ત,જર્મની અને પાકિસ્તાન


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.