આજે જુનિયર હોકી વર્લ્ડકપમાં ભારત-બેલ્જીયમ વચ્ચે ક્વાર્ટર ફાઈનલ રમાશે

Sports
Sports

વર્લ્ડ જુનિયર મેન્સ હોકી વર્લ્ડકપમાં આવતીકાલે ક્વાર્ટર ફાઈનલ મુકાબલા રમાશે. જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત ગત વર્લ્ડકપની ફાઈનલીસ્ટ બેલ્જીયમની ટીમ સામે ટકરાશે. જેમાં ભારત બે જીત અને એક હાર સાથે ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યું હતુ. જ્યારે બેલ્જીયમની ટીમે બે મેચ જીતી હતી અને એક મેચ ડ્રો રહી હતી. જે પછી મલેશિયા સાથે પોઈન્ટ ટાઈ થયા બાદ બેલ્જીયમ વધુ સારા ગોલ ડિફરન્સને સહારે ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યું છે. આવતીકાલે ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી મુકાબલો ખેલાશે. જેમાં છેલ્લે વર્ષ 2016માં રમાયેલા મેન્સ જુનિયર હોકી વર્લ્ડકપની ફાઈનલમાં ભારતે 2-1થી બેલ્જીયમને હરાવ્યું હતુ. આ સિવાય ભારતનો ફ્રાન્સ સામે 4-5થી પરાજય થયો હતો. જે પછી ભારતે 13-1થી કેનેડાને અને 8-2થી પોલેન્ડને હરાવ્યું હતુ. જ્યારે બેલ્જીયમે 5-1થી સાઉથ આફ્રિકાને અને 3-0થી ચિલીને હરાવ્યું હતુ. જ્યારે મલેશિયા સામેની મેચ 1-1થી ડ્રો થઈ હતી. ભારતના કેપ્ટન તરીકે ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતી ચૂકેલો વિવેક સાગર પ્રસાદ છે. જ્યારે તેના ડેપ્યુટી તરીકે ડ્રેગફ્લિકર સંજય સ્થાન ધરાવે છે. સંજયે અત્યારસુધી 8 ગોલ ફટકાર્યા છે અને તે સૌથી વધુ ગોલ ફટકારવામાં ફ્રાન્સના ટિમોથી ક્લેમેન્ટ સાથે સંયુક્તપણે બીજા સ્થાને છે. જ્યારે નેધરલેન્ડનો મિલેસ બ્યુક્કેન્સ 11 ગોલ સાથે ટોચના સ્થાને છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.