ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચોની T20 શ્રેણીની બીજી મેચ રમાશે

Sports
Sports

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચોની T20 શ્રેણીની બીજી મેચ આવતીકાલે એટલે કે 18 ફેબ્રુઆરી શુક્રવારના રોજ રમાશે. પ્રથમ T20માં રોહિત બ્રિગેડે જીત મેળવી હતી. આવી સ્થિતિમાં હવે ટીમ ઈન્ડિયા બીજી T20 જીતીને સિરીઝ પર કબજો કરવા ઈચ્છશે. જયારે વેસ્ટ ઈન્ડિઝની

બુધવારે રમાયેલી પ્રથમ T20 મેચમાં ભારતના ઓલરાઉન્ડર વેંકટેશ ઐયર અને દીપક ચહર ઈજાગ્રસ્ત થયા હતા. આવી સ્થિતિમાં ફાસ્ટ બોલર અવેશ ખાનને શુક્રવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. આ સિવાય મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર પણ પ્લેઈંગ ઈલેવનમાં વાપસી કરી શકે છે.

પ્રથમ T20માં ટોસ બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે શ્રેયસ અય્યર જેવા પ્રતિભાશાળી ખેલાડીને બહાર રાખવો સરળ નથી. પરંતુ અમને મિડલ ઓર્ડરમાં એવો બેટ્સમેન જોઈએ છે જે થોડી ઓવર પણ ફેંકી શકે.

આવી સ્થિતિમાં વેંકટેશ ઐયરની જગ્યાએ દીપક હુડાને પ્લેઈંગ ઈલેવનમાં તક આપવામાં આવી શકે છે. દીપક નીચલા ક્રમમાં તેમજ સ્પિન બોલિંગમાં વિસ્ફોટક બોલિંગ કરી શકે છે. આ પહેલા ODI સિરીઝમાં તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી હતી.

ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન – રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), શ્રેયસ અય્યર/દીપક હુડા, શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઈ, યુઝવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર અને અવેશ ખાન.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.