સંજીવ ગોયન્કા ગ્રુપની ટીમનું નામ ‘લખનઉ સુપર જાયન્ટ્સ’ રાખવામાં આવ્યું

Sports
Sports

IPL 2022થી 2 નવી ટીમ લીગમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે, એમાની લખનઉ ફ્રેન્ચાઈઝીએ ઓફિશિયલ નામની જાહેરાત કરી દીધી છે. સંજીવ ગોયન્કાની ટીમ આ ટૂર્નામેન્ટમાં ‘લખનઉ સુપર જાયન્ટ્સ’ના નામથી મેદાનમાં ઉતરશે. ટીમના માલિક સંજીવ ગોયન્કાએ વીડિયો મેસેજ દ્વારા નામની જાહેરાત કરી છે. જોકે હજુ સુધી અમદાવાદની ફ્રેન્ચાઈઝીએ ઓફિશિયલ નામ જાહેર કર્યું નથી.

ગૌતમ ગંભીરે IPLની નવી ટીમ લખનઉનું નામ જાહેર કરતી એક પોસ્ટ શેર કરી હતી. ગંભીરે ઈન્સ્ટાગ્રામ પર ટીમના સંપૂર્ણ નામના 2 અક્ષર સમજી શકાય એવી માહિતી શેર કરી હતી. ઉલ્લેખનીય છે કે IPL 2022માં 2 નવી ટીમ રમતી જોવા મળશે. જેમાં આ સીઝનથી અમદાવાદ અને લખનઉ એમ 2 ફ્રેન્ચાઈઝી સામેલ થઈ છે. તેવામાં હવે અમદાવાદની ટીમનું ઓફિશિયલ નામ શું હશે એ અંગે સસ્પેન્સ યથાવત છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.