રોહીત શર્માની ટીમને ચેમ્પિયન બનાવનાર ખેલાડી પહોંચ્યો ન્યુઝીલેન્ડ, વર્લ્ડ કપમાં બગડશે ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન!

Sports
Sports

cricket: ન્યૂઝીલેન્ડની ટીમ હજું સુધી એક પણ વાર વનડે વર્લ્ડ કપ જીતી શકી નથી. તે પાછલા બે વર્લ્ડ કપમાં ફાઈનલમાં પહોંચી પરંતું જીત મેળવી શકી નહીં. આ વખતે વનડે વર્લ્ડ કપ ભારતમાં યોજાશે અને આ વખતે ન્યુઝીલેન્ડ ઈચ્છશે કે તે ફક્ત ફાઈનલમાં જ નહીં પરંતુ ખિતાબ પણ જીતે. એનાં માટે આ ટીમ દમદાર તૈયારી કરી રહી છે. ન્યુઝીલેન્ડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને રોહીત શર્મા અને કેએલ રાહુલનાં મિત્રની મદદ લીવાનો નિણર્ય કર્યો છે. વર્લ્ડ કપમાં બે મહિનાનો સમય બાકી છે અને એની પહેલા ન્યુઝીલેન્ડે પોતાની તૈયારીઓને મજબૂત બનાવવા માટે પરફોર્મન્સ એનાલિસ્ટ સૌરભ વોલ્કરને પોતાની સાથે જોડ્યા છે.

ભારતીય પીચોને સ્પિન માટે મદદરૂપ માનવામાં આવે છે અને અહીં રમવું વિદેશી ટીમો માટે ક્યારેય આસાન રહ્યું નથી. આને ધ્યાનમાં રાખીને ન્યુઝીલેન્ડે સૌરભને પોતાની સાથે જોડ્યો છે જેથી તે ટીમને વર્લ્ડ કપમાં વધુ સારું પ્રદર્શન કરવામાં મદદ કરી શકે.

સૌરભ એ વ્યક્તિ છે જે મુંબઈની રણજી ટ્રોફી ટીમની સાથે પણ કામ કરી ચૂક્યો છે અને તેને ખિતાબ અપાવ્યો છે. તે મુંબઈની સિનિયર રણજી ટીમની સાથે 2007માં જોડાયો હતો અને આઠ વર્ષ સુધી આ ટીમ સાથે રહ્યો. આ દરમિયાન તેણે રોહીત શર્મા, સુર્યકુમાર યાદવ, શાર્દુલ ઠાકુરની સાથે કામ કર્યું છે. સૌરભ IPL માં પણ જોવાં મળ્યો છે. તે 2022માં IPL ની નવી ટીમ કેએલ રાહુલની કેપ્ટનશીપવાળી લખનૌ સુપર જાયન્ટ્સની સાથે કામ કર્યું હતું.

આ સમયે તે ઇંગ્લેન્ડમાં રમાયેલ ધ હંડ્રેડ ટુર્નામેન્ટમાં જોસ બટલરની કેપ્ટનશિપવાળી મેનચેસ્ટર ઑરીજનલની સાથે કામ કરી રહ્યો છે. સૌરભ IPL માં રાજસ્થાન રોયલ્સ માટે પણ કામ કર્યું હતું. આ સિવાય તે વીમંસ પ્રીમિયર લીગમાં ગુજરાત જાયન્ટ્સની સાથે પણ કામ કર્યું છે.

સૌરભ ન્યૂઝીલેન્ડ ટીમની સાથે પોતાનાં કામની શરુઆત 30 ઓગસ્ટથી ઇંગ્લેન્ડમાં શરૂ થઇ રહેલી T20 સીરીઝ સાથે કરશે. તેણે મીડ- ડેથી વાત કરતાં કહ્યું કે ભારતીય પીચો સ્પિનરોને વધારે મદદ કરે છે અને એટલે તેનું ધ્યાન આ વસ્તુ પર હશે. તેણે કહ્યું કે ન્યૂઝીલેન્ડ ટીમની સાથે જોડાવું તેનાં માટે મોટી ઉપલબ્ધી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.