ઇંગ્લેન્ડને પહેલી વાર વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર ખેલાડી બન્યો RCBનો હેડ કોચ

Sports
Sports

અત્યાર સુધી IPL જીતવામાં નિષ્ફળ રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આગામી સિઝનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેણે પોતાના કોચિંગ સ્ટાફમાં ફેરફાર કર્યા છે. RCBએ ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ ક્રિકેટ અને ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કોચ એન્ડી ફ્લાવરને ટીમના નવા હેડ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. આ સાથે RCBએ ટીમ ડાયરેક્ટર માઈક હેસન અને હેડ કોચ સંજય બાંગરનો કાર્યકાળ ન વધારવાનો નિર્ણય કર્યો છે અને બંનેનો આભાર માન્યો છે.ફ્રેન્ચાઈઝે શુક્રવારે આ અંગેની માહિતી આપી હતી.જોકે ફ્લાવર પહેલીવાર IPLમાં કામ કરશે નહીં. તે પહેલા પણ આઈપીએલમાં કોચ રહી ચૂક્યો છે.

ફ્લાવરે બેંગ્લોર પહેલા લખનૌ સુપરજાયન્ટ્સ સાથે કામ કર્યું છે. લખનૌને IPLમાં માત્ર બે વર્ષ થયાં છે અને આ ટીમ બનાવવામાં ફ્લાવરે મહત્વની ભૂમિકા ભજવી હતી. ફ્લાવર હેઠળ, લખનૌએ સતત બંને વર્ષ – 2022 અને 2023માં પ્લેઓફમાં સ્થાન મેળવ્યું હતું. લખનૌ પહેલા ફ્લાવરે પંજાબ કિંગ્સ સાથે પણ કામ કર્યું છે.

ઈંગ્લેન્ડ એવી ટીમ છે જેણે બે T20 વર્લ્ડ કપ જીત્યા છે. આ ટીમે 2010માં પોલ કોલિંગવૂડની કપ્તાની હેઠળ તેનો પહેલો T20 વર્લ્ડ કપ જીત્યો હતો અને તે સમયે ફ્લાવર ટીમના હેડ કોચ હતા. કોઈપણ ફોર્મેટમાં ઈંગ્લેન્ડની આ પ્રથમ વર્લ્ડ કપ જીત હતી. જ્યારે તેણે ઈંગ્લેન્ડની ટીમ છોડી ત્યારે તેણે કહ્યું હતું કે 2010માં ટીમ સાથે ટી20 વર્લ્ડ કપની જીત ઈંગ્લેન્ડની ટીમ સાથે વિતાવેલી શ્રેષ્ઠ પળોમાંથી એક છે. તેમના કોચ તરીકે ઈંગ્લેન્ડે 2010-11માં ઘરઆંગણે એશિઝ સીરીઝ માં ઓસ્ટ્રેલિયાને 3-1થી હરાવ્યું હતું અને ભારતમાં ટેસ્ટ સીરીઝમાં પણ ભારતને હરાવ્યું હતું.

RCBની ટીમ ત્રણ વખત IPLની ફાઇનલમાં પહોંચી છે પરંતુ એક પણ વખત વિજેતા બનાવી શકી નથી. એન્ડી ફ્લાવર હેડ કોચ બન્યા બાદ RCBના ખિતાબના દુકાળને સમાપ્ત કરવાનો પ્રયાસ કરશે. ફ્લાવર IPLમાં પણ કામ કરી ચૂક્યો છે. આ સિવાય તેણે વિશ્વની અન્ય ફ્રેન્ચાઈઝી લીગમાં કોચ તરીકે કામ કર્યું છે. તે વર્ષ 2020માં કેરેબિયન પ્રીમિયર લીગમાં સેન્ટ લુસિયા ઝુક્સ સાથે હતો. તે 2021માં પાકિસ્તાન સુપર લીગમાં મુલ્તાન-સુલ્તાન્સ સાથે હતો અને અહીંથી લખનઉ આવ્યો હતો. 2023માં તે ILT20 લીગમાં ગલ્ફ જાયન્ટ્સનો કોચ હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.