ન્યુઝીલેન્ડની ટીમ આવતા વર્ષે ડિસેમ્બરમાં પાકિસ્તાન પ્રવાસે જશે અને બે ટેસ્ટ તેમજ ત્રણ વન ડેની શ્રેણી રમશે
પાકિસ્તાન પ્રવાસ ખેડવાની તૈયારી બતાવી છે. પાસ્તિાન ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી છે કે, ન્યુઝીલેન્ડની ટીમ આવતા વર્ષે ડિસેમ્બરમાં પાકિસ્તાન પ્રવાસે જશે અને બે ટેસ્ટ તેમજ ત્રણ વન ડેની શ્રેણી રમશે.
જ્યારે ચાલુ વર્ષે સ્થગિત કરવામાં આવેલી શ્રેણી હવે ૨૦૨૩ના એપ્રિલમાં યોજાશે. તે સમયે પાકિસ્તાન પ્રવાસમાં ન્યુઝીલેન્ડની ટીમ ૧૦ વ્હાઈટબોલ ક્રિકેટ મેચો રમશે. રમીઝ રાજાએ જણાવ્યું છે કે, ન્યુઝીલેન્ડના ક્રિકેટ બોર્ડે અમારા પ્રવાસ માટે લીલી ઝંડી દેખાડી દીધી છે. તેઓ આવતા વર્ષે ડિસેમ્બર-જાન્યુઆરીમાં પાકિસ્તાન આવશે. જે પછી ૨૦૨૩ના એપ્રિલમાં તેઓ ફરી પાકિસ્તાન આવશે.
આવતા વર્ષે યોજાનારી ટેસ્ટ શ્રેણી આઇસીસી ટેસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપનો એક ભાગ હશે. જ્યારે ત્યાર બાદની વન ડે શ્રેણીને આઇસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગની માન્યતા આપવામાં આવી છે.
ન્યુઝીલેન્ડની ટીમ ચાલુ વર્ષે પાકિસ્તાન પ્રવાસમાં ત્રણ વન ડે અને પાંચ ટી-૨૦ રમવાની હતી. જોકે રાવલપિંડીમાં પ્રથમ મેચનો ટોસ ઉછળે તેના ગણતરીના કલાકો પહેલા જ ન્યુઝીલેન્ડની ટીમને સલામતીના જોખમ અંગે માહિતી મળી હતી. જે પછી ન્યુઝીલેન્ડની સરકારના આદેશને કારણે ક્રિકેટ ટીમ તત્કાળ સ્વદેશ માટે રવાના થઈ હતી.