ચીન સામે ભારતીય મેન્સ ટેબલ ટેનિસ ટીમ ૦-૩થી પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં હારી

Sports
Sports

વર્લ્ડ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ભારતની મેન્સ ટીમની ડ્રીમ રનનો અંતિમ ૧૬માં ં અંત આવી ગયો હતો. ભારતીય મેન્સ ટીમ પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં ચીન સામે ૦-૩થી પરાજીત થતાં મેડલની રેસમાંથી બહાર ફેંકાઈ હતી. હવે ક્વાર્ટર ફાઈનલમાં ચીનની ટક્કર સ્વીડન સામે થશે. જ્યારે ભારતની મહિલા ટેબલ ટેનિસ ટીમ રાઉન્ડ ઓફ ૧૬માં ૦-૩થી તાઈવાન સામે હારતાં બહાર ફેંકાઈ હતી.
ચીનમાં જ ચાલી રહેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં વિશ્વના ટોચના ક્રમાંકિત ચીની ખેલાડી ફાન ઝેન્ડોંગનો મુકાબલો પ્રથમ સિંગલ્સમાં ગુજરાતના હરમીત દેસાઈ સામે થયો હતો. જેમાં ઝેન્ડોંગનો ૧૧-૨, ૧૧-૯, ૧૧-૫થી વિજય થયો હતો. બીજી સિંગલ્સમાં ભારતના ટોચના ખેલાડી જી.સાથિયાનની ટક્કર વર્લ્ડ રેન્કિંગમાં બીજું સ્થાન ધરાવતા ટેબલ ટેનિસના ધુરંધર ખેલાડી મા લોંગ સામે થઈ હતી. લોંગ તેમાં ૧૪-૧૨, ૧૧-૫, ૧૧-૦થી વિજેતા બન્યો હતો અને આ સાથે ચીને ૦-૨થી સરસાઈ મેળવી લીધી હતી.
ભારતે ત્રીજી મેચમાં માનુષ શાહને ઉતાર્યો હતો. જેને આ પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રમવાની તક મળી હતી. તેનો મુકાબલો વર્લ્ડ રેન્કિંગમાં ૧૧માં ક્રમાંકિત વાંગ ચુકિન સામે હતો. જેમાં તેનો ૧૧-૪, ૧૧-૫, ૧૧-૬થી પરાજય થયો હતો.
જ્યારે મહિલા ટીમમાં મનિકા બત્રા, શ્રીજા અકુલા અને દિયા ચિતાલેનો તાઈવાન સામે પરાજય થયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.