આફ્રિકન પેસ બોલિંગ યૂનિટની હાઈટ ભારતથી 17 સે.મી. વધુ

Sports
Sports

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઈન્ડિયન ટીમને 7 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. તેવામાં દ.આફ્રિકાના કમબેકનો સૌથી મોટો શ્રેય તેના કેપ્ટન ડીન એલ્ગરને જાય છે. તેણે એક એન્ડથી બેટિંગ સંભાળી રાખી ટીમને મહત્ત્વપૂર્ણ જીત અપાવી હતી. તેવામાં આ ચાર દિવસની એક્શન પેક ટેસ્ટ મેચમાં સૌથી મહત્ત્વની ભૂમિકા વાતાવરણ અને પિચ કંડિશને પણ નિભાવી છે. આમાં ફાસ્ટ બોલરની હાઈટ, હેવી રોલર અને કેપ્ટનશિપ પણ સામેલ છે. તો ચલો આપણે આવા જ કેટલાક રસપ્રદ પાસા પર નજર ફેરવીએ.

વોન્ડરર્સમાં દક્ષિણ આફ્રિકન પેસ બોલિંગ યૂનિટમાં કગિસો રબાડા, લુંગી એન્ગિડી, માર્કો યાનસન અને ડેન ઓલિવિયર સામેલ હતા. જેમની એવરેજ હાઈટ 6 ફુટ 4 ઇંચ છે. બીજી બાજુ ભારત તરફથી જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને શાર્દૂલ ઠાકુરની એવરેજ હાઈટ 5 ફુટ 9 ઇંચ છે.

એટલે કે દક્ષિણ આફ્રિકન પેસ બોલિંગ યૂનિટની હાઈટ ઈન્ડિયન પેસ બોલિંગ યૂનિટ કરતા 7 ઈંચ (17.78 સેમી) વધુ છે. જેના કારણે એવું થયું કે તેમને આપણા ફાસ્ટ બોલર્સની તુલનામાં એવરેજ 15-20 સેમી વધુ બાઉન્સ મળ્યો છે. વોન્ડરર્સની પિચ પર આ અંતર નિર્ણાયક સાબિત થયું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.