બાંગ્લાદેશની ટીમે રચ્યો ઈતિહાસ, ક્રિકેટ જગતમાં આવું કરનાર બની ત્રીજી ટીમ

Sports
Sports

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી હતી. આ જીતે સાથે બાંગ્લાદેશની ટીમે ઈતિહાસ રચી દીધો હતો. 21મી સદીમાં ટેસ્ટ ક્રિકેટમાં આ સૌથી મોટી જીત છે. બાંગ્લાદેશે તેની પ્રથમ ઇનિંગમાં 382 રન બનાવ્યા હતા. જેના જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ 146 રનમાં સમેટાઈ ગઈ હતી. આ પછી બાંગ્લાદેશે બીજી ઇનિંગમાં 4 વિકેટે 425 રન બનાવીને ઇનિંગ ડિકલેર કરી હતી અને અફઘાનિસ્તાનને માત્ર 115 રનમાં જ ઓલ આઉટ કરી દીધું હતું. આ રીતે બાંગ્લાદેશે 546 રનનો વિશાળ વિજય નોંધાવ્યો હતો. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ ત્રીજી સૌથી મોટી જીત છે.

અફઘાનિસ્તાન સામે રમાયેલી ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશના બેટ્સમેન અને બોલરો બંનેએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પ્રથમ ઇનિંગમાં ઓપનર મહમુદલ હસને 76 રન અને ત્રીજા નંબરના બેટ્સમેન નજમુલ હુસેન શન્ટોએ 146 રનની શાનદાર સદી ફટકારી હતી. આ ઉપરાંત મુશ્ફિકુર રહીમે 47 અને મહેંદી હસન મિરાજે 48 રન બનાવ્યા હતા. આ પછી ફાસ્ટ બોલર ઇબાદત હુસૈને બોલિંગમાં ચાર વિકેટ ઝડપી હતી. બીજી તરફ તૈજુલ ઈસ્લામ, મહેંદી હસન મિરાજ અને શોરીફુલ ઈસ્લામને બે-બે વિકેટ મળી હતી.

બાંગ્લાદેશ તરફથી બીજી ઈનિંગમાં નજમુલ હુસેન શન્ટોએ ફરી એકવાર સદી ફટકારી હતી. આ વખતે શન્ટોએ 124 રન બનાવ્યા હતા. બંને ઇનિંગ્સમાં સદી ફટકારવા બદલ તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો હતો. આ સિવાય મોમિનુલ હકે 121 રન બનાવ્યા હતા. આ ઉપરાંત ઓપનર ઝાકિર હસને 71 અને કેપ્ટન લિટન દાસે અણનમ 66 રન બનાવ્યા હતા. બોલિંગમાં તસ્કીન અહેમદે ચાર અને શોરીફુલ ઈસ્લામે ત્રણ વિકેટ ઝડપી હતી. ઇબાદત હુસૈન અને મહેંદી હસન મિરાજને એક-એક વિકેટ મળી હતી.

ટેસ્ટ ક્રિકેટમાં રનના મામલે બાંગ્લાદેશના નામે હવે ત્રીજી સૌથી મોટી જીત છે. આ રેકોર્ડ લિસ્ટમાં ઈંગ્લેન્ડ નંબર વન અને ઓસ્ટ્રેલિયા બીજા નંબર પર છે. વર્ષ 1928માં ઈંગ્લેન્ડ 675 રનથી જીત્યું હતું. આ ઉપરાંત વર્ષ 1934માં ઓસ્ટ્રેલિયા 562 રનથી જીતી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.