એશિયા કપ ચાલુ વર્ષના અંતે શ્રીલંકા કે યુએઈમાં રમાશેઃ પીસીબી

Sports
Sports

કરાચી,
કોરોના વાયરસના કારણે સ્પોટ્‌ર્સ એક્ટવિટી સ્થગિત કરી દેવામાં આવી છે. ક્રિકેટના મેદાન પર એશિયાના બે કટ્ટર હરિફ ભારત અને પાકિસ્તાનનો મુકાબલો હંમેશા રોચક હોય છે. આ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના CEO વસીમ ખાને ભારપૂર્વક કે, એશિયા કપ ચાલુ વર્ષના અંતે શ્રીલંકા કે UAE માં રમાશે. ખાને ઈન્ડયન પ્રીમિયર લીગના કારણે આ ટૂર્નામેન્ટને રદ્દ કરવામાં આવી શકે તેવી થઈ રહેલી અટકળોને ફગાવી દીધી હતી. કરાચીમાં એક વીડિયો કોન્ફરન્સમાં તેમણે સ્થાનિક મીડિયાને, પાકિસ્તાનની ટીમ ઈંગ્લેન્ડથી ૨ સપ્ટેમ્બરે પરત ફરશે અને આ સ્થતિમાં ટૂર્નામેન્ટનું આયોજન સપ્ટેમ્બર એન્ડ કે ઓક્ટોબરમાં થઈ શકે છે. કેટલીક ચીજા માત્ર સમય સાથે સ્પષ્ટ થશે. તેમણે જણાવ્યું, અમને એશિયા કપ રમાવાની આશા છે. કારણકે શ્રીલંકામાં કોરોના વાયરસના કેસ બહુ ઓછા છે. જા તેઓ ટુર્નામેન્ટ માટે તૈયાર નહીં થાય તો UAE પણ તૈયાર છે.
ખાને કે, આયોજનના મૂળ યજમાન પાકિસ્તાને શ્રીલંકાને આગામી પ્રાદેશિક કાર્યક્રમના બદલે એશિયા કપ આયોજન કરવાની સહમતિ આપી હતી. ખાને પુષ્ટ કરી કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્જ ટી-૨૦ વર્લ્ડકપનું આયોજન નહીં થાય તો ઓક્ટોબર-નવેમ્બરમાં ક્રિકેટ સીરિઝ રમવાના વિકલ્પો પર કામ કરી રહી છે. અમારે ડિસેમ્બરમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસે જવાનું છે અને આ પહેલા ઝિમ્બાબ્વે સામે ઘરઆંગણે રમવાનું છે. દક્ષિણ આફ્રિકા બે કે ત્રણ ટેસ્ટ અથવા કેટલીક ટી-૨૦ માટે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં પાકિસ્તાનનો પ્રવાસ કરવા તૈયાર છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.