અંડર-19 એશિયા કપની રોમાંચક મેચમાં ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનને 4 વિકેટથી હરાવ્યું

Sports
Sports

અંડર-19 એશિયા કપની રોમાંચક મેચમાં ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનને 4 વિકેટથી હરાવ્યું છે. જીતની સાથે ટીમ ઈન્ડિયાએ આ ટૂર્નામેન્ટની સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. આ મેચમાં ભારત સામે 260 રનનો ટાર્ગેટ હતો, જેને ટીમે 6 વિકેટના નુકસાને 48.2 ઓવરમાં ચેઝ કરી લીધો હતો.

આની પહેલા ટોસ હારી પહેલા બેટિંગ કરતા અફઘાનિસ્તાને 4 વિકેટના નુકસાને 259 રન કર્યા હતા. જેમાં એજાઝ અહેમદઝઈએ 86 રન અને કેપ્ટન સુલેમાન સફીએ 73 રન કર્યા હતા. ભારત તરફથી રાજવર્ધન હંગરગેકર, રાજ બાવા વિકી ઓસ્તવાલ અને કુશલ તાંબેએ 1-1 વિકેટ લીધી છે.

ટૂર્નામેન્ટમાં ઈન્ડિયન ટીમે અત્યારસુધી કુલ 3 મેચ રમી છે અને ટીમની આ બીજી જીત છે. ઉલ્લેખનીય છે કે પહેલી મેચમાં ઈન્ડિયન ટીમે UAEને એકતરફી મેચમાં 154 રનથી હરાવ્યું હતું. જોકે બીજી મેચમાં ટીમે પાકિસ્તાન વિરૂદ્ધ છેલ્લા બોલમાં 2 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. AFG વિરૂદ્ધ મળેલી ટીમની બીજી જીત છે. 18 વર્ષીય હરનૂર સિંહે આ ટૂર્નામેન્ટમાં પોતાની બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા છે. ટૂર્નામેન્ટની પહેલી મેચમાં તેણે UAE વિરૂદ્ધ 130 બોલમાં 120 રનની ઈનિંગ રમી હતી. આ ઈનિંગમાં તેણે 11 ચોગ્ગા પણ માર્યા હતા.

બીજી મેચમાં પાકિસ્તાન વિરૂદ્ધ પણ હરનૂરે મુશ્કેલ પરિસ્થિતિમાં 59 બોલમાં 46 રનની ઈનિંગ રમી હતી. અફઘાનિસ્તાન વિરૂદ્ધ પણ તેણે શાનદાર બેટિંગ કરી 74 બોલમાં 9 ચોગ્ગાની સહાયથી 65 રન કર્યા હતા. અત્યારસુધી રમાયેલી 6 યૂથ વનડે મેચમાં યુવા ઓપનરે 4 વાર ફિફ્ટી+ સ્કોર કર્યો છે.

અફઘાનિસ્તાની ટીમે 45 ઓવરમાં 3 વિકેટના નુકસાને 185 રન કર્યા હતા. પરંતુ છેલ્લી 5 ઓવરમાં ટીમે શાનદાર બેટિંગ કરી 1 વિકેટના નુકસાને 74 રન કરી દીધા હતા. ઉલ્લેખનીય છે કે ઈનિંગની છેલ્લી ઓવરમાં અફઘાનિસ્તાની ટીમે 27 રન જોડ્યા હતા. જેમાં એજાઝ અહેમદે 86 અને કેપ્ટન સફી 73 રન સિવાય ખૈબરે પણ 12 બોલમાં 20 રનની ઈનિંગ રમી હતી.

બંને ટીમ

IND: હરનૂર સિંહ, અંગકૃષ રઘુવંશી, શેખ રશીદ, યશ ધુલ (કેપ્ટન), નિશાંસ સિંધુ, રાજ બાવા, આરાધ્યા યાદવ (વિકેટકીપર), કૌશલ તાંબે, રાજવર્ધન હેંગરગેકર, વિકી ઓસ્તવાલ, રવિ કુમાર

AFG: સુલેમાન અરબજઈ, મોહમ્મદ ઈશાક (વિકેટકીપર), સુલેમાન સફી (કેપ્ટન), અલ્લાહ નૂર, એજાઝ અહેમગ આઝાદ, ખૈબર વાલી, એજાઝ અહમદઝઈ, ઈઝહારુલહક નવીદ, નૂર અહેમદ, બિલાલ સામી, ખલીલ અહેમદ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.