સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ફાઈનલમાં તમિલનાડુ ત્રીજી વખત ચેમ્પિયન બન્યું

Sports
Sports

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ફાઇનલમાં શાહરુખ ખાને છેલ્લા બોલ પર સિક્સ મારી તમિલનાડુને મેચ જીતાડી દીધી છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં તમિલનાડુ અને કર્નાટક વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. જેમા તમિલનાડુએ મેચ જીતી ત્રીજીવાર ટૂર્નામેન્ટ પોતાને નામ કરી છે. આ મેચમાં શાહરુખ ખાને 15 બોલમાં 33 રનની મેચ વિનિંગ ઈનિંગ રમી હતી.આ પહેલા તમિલનાડુએ વર્ષ 2006/07 અને 2020/21નો ખિતાબ જીત્યો છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2021ની ફાઇનલ મેચ તમિલનાડુ અને કર્નાટક વચ્ચે રમાઈ હતી. જેમાં તમિલનાડુએ ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન કર્ણાટક 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 151 રનનો સ્કોર કર્યો હતો. જેમાં કર્ણાટક તરફથી અભિનવ મનોહરે 46 રન જ્યારે પ્રવીણ દુબે 33 રનની ઈનિંગ રમી હતી. જ્યારે તમિલનાડુના સાઈ કિશોરે 4 ઓવરમાં 12 રન આપી 3 વિકેટ લીધી હતી. આમ 152 રનનો ટાર્ગેટ ડિફેન્ડ કરતા કર્ણાટકના બોલર્સે શાનદાર પ્રદર્શન દાખવ્યું હતું. આ ટીમના કે.સી.કરિઅપ્પાએ 4 ઓવરમાં 23 રન આપી 2 વિકેટ લીધી હતી. જ્યારે પ્રતીક જૈન,વિદ્યાધર પાટિલ,કરુણ નાયરે 1-1 વિકેટ લીધી હતી. જેના પરિણામે છેલ્લા બોલ સુધી તમિલનાડુ આ ગેમ હારી ગઈ હોય તેમ લાગી રહ્યું હતું. પરંતુ શાહરુખ ખાને છેલ્લા બોલ પર સિક્સ મારીને તમિલનાડુને 4 વિકેટથી મેચની સાથે ખિતાબ પણ જીતાડ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.