સુરતમાં અંડર-19 કૂચ બિહાર ટ્રોફીની મેચ રમાશે

Sports
Sports

સુરત શહેરના લાલભાઇ કોન્ટ્રાકટર અને અન્ય ક્રિકેટ ગ્રાઉન્ડ પર અંડર-19 કુચબિહાર ટ્રોફી એલાઇટ-સી ગ્રૂપની 15 મેચોનો આરંભ થઇ રહ્યો છે. જે મેચો છ રાજયોના ક્રિકેટરો વચ્ચે આગામી 29મી નવેમ્બરથી તમિલનાડુ,મધ્યપ્રદેશ,છતીસગઢ,હિમાચલ પ્રદેશ,ગોવા અને મહારાષ્ટ્ર સહિતના રાજયો વચ્ચે અંડર-19 કુચબિહાર એલાઇટ સી- ગ્રૂપની મેચોનું આયોજન થયુ છે. આ મેચો લાલભાઇ કોન્ટ્રાકટર,પીઠાવાલા સ્ટેડિયમ અને ખોલવડ જીમખાના પર રમાશે. જે તમામ ટીમોને અલગ અલગ આઠ ગૃપોમાં વહેંચી દેવામાં આવી છે. આ મેચ સાથે સંકળાયેલા ખેલાડીઓ,મેચ ઓફીશીયલ,વીડીયો એનાલીસ્ટ તેમજ સ્કોરર તમામના કોવીડ આરટીપીસીઆર ટેસ્ટ ત્રણ વખત કરવામાં આવશે. બીસીસીઆઇ અને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ પેક્ષકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે. જે મેચ સવારે 9:30થી શરૂ થઇને સાંજે 5:00 વાગ્યા સુધી રમાશે.

 

 

 

 

 

 

 

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.