સ્ટીવ સ્મિથ ફરી ઓસ્ટ્રેલિયાનો ટેસ્ટ કેપ્ટન બનવાની રેસમાં

Sports
Sports

એશિઝ ટેસ્ટ શ્રેણીનું કાઉન્ટ ડાઉન શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન તરીકે ટીમ પેઈને રાજીનામું આપી દેતા અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જાયું છે. ત્યારે ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથનું નામ ચર્ચામાં આવ્યું છે. આ દરમિયાન વાઈસ કેપ્ટન પેટ કમિન્સ પણ કેપ્ટન બનવાની રેસમાં સામેલ હોવાનું ઓસ્ટ્રેલિયન બોર્ડના ટોચના ઓફિશિઅલે જાહેર કર્યું હતુ. પસંદગીકારો અગાઉ જ એવો વિચાર રજુ કરી ચૂક્યા હતા કે, જો શ્રેણી દરમિયાન પેઈનને ઈજા થાય તો તેના સ્થાને સ્મિથને કેપ્ટન બનાવવામાં આવે. આ અંગેનો પ્રસ્તાવ પણ તેમણે ઓસ્ટ્રેલિયન બોર્ડને મોકલી આપ્યો છે. વર્ષ 2018માં સાઉથ આફ્રિકા પ્રવાસમાં ઓસ્ટ્રેલિયાએ બોલ ટેમ્પરિંગ કર્યું ત્યારે સ્ટીવ સ્મિથ કેપ્ટન હતો. બોલ ટેમ્પરિંગના પગલે તેના અને વોર્નર પર એક-એક વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.