પ્રનોયને હરાવીને શ્રીકાંતે સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો : ઈન્ડોનેશિયા માસ્ટર્સ

Sports
Sports

ભારતની ડબલ ઓલિમ્પિક મેડાલીસ્ટ પી. વી. સિંધુએ પણ આગેકૂચનો સિલસિલો જારી રાખતાં અંતિમ ચારમાં સ્થાન મેળવી લીધું હતુ. ત્રીજો સીડ ધરાવતી ભારતીય ખેલાડીએ ૨૧-૧૩, ૨૧-૧૦થી તુર્કીની નેસ્લીહાન યિજીટને હરાવીને હતી. સિંધુનો તેની તુર્કીશ હરિફ સામેનો આ સળંગ ચોથો વિજય હતો.

હૈદરાબાદની ૨૬ વર્ષીય ખેલાડી પી.વી. સિંધુએ ગત મહિને ડેનમાર્ક ઓપનમાં પણ તુર્કીની યિજીટને પરાસ્ત કરી હતી. હવે સિંધુનો મુકાબલો ટોપ સીડ ધરાવતી જાપાનની એકાને યામાગુચી સામે થશે. યામાગુચી હાલ વર્લ્ડ રેન્કિંગમા ત્રીજા સ્થાને છે. આમ છતાં તેની સામે સિંધુનો રેકોર્ડ અસરકારક છે. સિંધુ તેની સામે ૧૨ મેચ જીતી છે અને સાતમાં હારી છે.

ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન કિદામ્બી શ્રીકાંતની ટક્કર થાઈલેન્ડના ક્યુન્લાવ્યુટ વિટિલાવ્યુટ સામે કે ડેનમાર્કના એન્ડેર્સ એન્ટોનસન સામે થશે. તેણે ૩૯ મિનિટના મુકાબલામાં પ્રનોયને પરાસ્ત કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.