સાઉથ આફ્રિકા પ્રવાસ માટે હાર્દિક પંડ્યાની પસંદગી થવી મુશ્કેલ બની રહેશે

Sports
Sports

ભારતના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની દક્ષિણ આફ્રિકાના આગામી પ્રવાસ માટે ટીમમાં પસંદગી થવી મુશ્કેલ દેખાઈ રહી છે. હાર્દિક પસંદગી માટે એનસીએમાં પોતાની ફિટનેસ સાબિત કરે. હાર્દિક પંડ્યા પહેલાં કમરની સર્જરી કરાવ્યા બાદથી બોલિંગ માટે ઉપલબ્ધ નહોતો જ્યારે ટી-20 વિશ્વકપ દરમિયાન તેના ખભામાં ઈજા થઈ હતી. પાકિસ્તાન વિરુદ્ધ પ્રથમ મેચમાં હાર્દિક પંડ્યાને ઈજા થઈ હતી અને એવું મનાય રહ્યું હતું કે તેની ઈજા સામાન્ય છે. પરંતુ તે ઘણી પરેશાન કરનારી રહી છે. તેને ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ઘરેલું શ્રેણી માટે ઉપલબ્ધ મનાય રહ્યો હતો પરંતુ ઈજાને કારણે તે શ્રેણીમાંથી બહાર થયો હતો. હાર્દિકે ઝડપથી એનસીએ પહોંચવું જોઈએ અને અમે તેની ફિટનેસના આધારે દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે તેને સામેલ કરવો કે નહીં તેનો નિર્ણય લેશું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.