સાઉથ આફ્રિકાના સ્વિમર ચાડ લે ક્લોસે કારકિર્દીનો 18મો મેડલ જીત્યો
સાઉથ આફ્રિકાના સ્વિમર ચાડ લે ક્લોસે કોમનવેલ્થ ગેમ્સમાં કારકિર્દીનો રેકોર્ડ 18મો મેડલ જીતીને ગેમ્સમાં સૌથી વધુ મેડલ જીતવાના રેકોર્ડની બરોબરી કરી હતી.ચાડ લે ક્લોસે મેન્સ 200 મીટર બટરફ્લાય ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો.ક્લોસ આ અગાઉ ઈંગ્લેન્ડના શૂટર માઈકલ ગાઉલ્ટ અને ઓસ્ટ્રેલિયન શૂટર ફિલ એડ્મ્સે કોમનવેલ્થ ગેમ્સમાં રેકોર્ડ 18-18 મેડલ જીત્યા હતા.ત્યારે ક્લોસ તેમની બરોબરીમાં આવી ગયો હતો.ક્લોસ કોમનવેલ્થ ગેમ્સમાં અત્યારસુધી 7 ગોલ્ડ,4 સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલ જીતી ચૂક્યો છે.બ્રિટનનો ઓલિમ્પિક લેજન્ડ સ્વિમર એડમ પેટી 100 મીટર બ્રેસ્ટસ્ટ્રોકની ઈવેન્ટમાં આઠ વર્ષમાં પ્રથમવાર હાર્યો હતો અને કોમનવેલ્થ ગેમ્સમાં યોજાયેલી ઈવેન્ટમાં ચોથા સ્થાને રહ્યો હતો.આ સિવાય ઈંગ્લેન્ડના સ્વિમર જેમ્સ વિલબાયે 59.25 સેકન્ડના સમય સાથે ગોલ્ડમેડલ જીત્યો હતો,જ્યારે ઓસ્ટ્રેલિયાના ઝેક સ્ટુબ્લેટ્ટી-કૂકને 59.52 સેકન્ડ સાથે સિલ્વર અને ઓસ્ટ્રેલિયાના સેમ વિલિયમસનને 59.82 સેકન્ડ સાથે બ્રોન્ઝ મેળવ્યો હતો.