સાઉથ આફ્રિકન સ્પિનર શેન વ્હાઈટહેડે 10 વિકેટ ઝડપી ઈતિહાસ રચ્યો

Sports
Sports

સાઉથ આફ્રિકાના યુવા સ્પિનર શેન વ્હાઈટહેડે ઈનિંગમાં 10 વિકેટ ઝડપીને 115 વર્ષના ઘરઆંગણાના ક્રિકેટના ઈતિહાસમાં નવો કીર્તિમાન સ્થાપિત કર્યો હતો. 24 વર્ષના સ્લો લેફર્ટ આર્મર વ્હાઈટહેડે 12.1 ઓવરમાં 36 રન આપતાં હરિફ ટીમના 10 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. જેના પરિણામે ઈસ્ટર્ન સ્ટ્રોમ ટીમ 65 રનમાં ખખડી ગઈ હતી.સાઉથ આફ્રિકાના ઘરઆંગણાના ક્રિકેટમાં એક જ બોલરે હરિફ ટીમની 10 વિકેટ ઝડપી હોય તેવી ઘટના 115 વર્ષ પછી નોંધાઈ હતી. અગાઉ ઈ.સ.1906માં ઈસ્ટર્ન પ્રોવિન્સના બેર્ટ વોગ્લૅરે ગ્રીક્યુલેન્ડ સામે 26 રનમાં 10 વિકેટ ઝડપી હતી. વ્હાઈટહેડ વર્ષ 2016ના અંડર-19 વર્લ્ડકપમા પણ રમી ચૂક્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક જ ઈનિંગમાં 10 વિકેટ ઝડપવાનો રેકોર્ડ ઈંગ્લેન્ડના જીમ લેકર અને ભારતના અનિલ કુમ્બલેના નામે છે. લેકરે ઈ.સ.1956માં રમાયેલી ઓસ્ટ્રેલિયા સામેની માંચેસ્ટર ટેસ્ટમાં 51.2 ઓવરમાં 53 રન આપીને 10 વિકેટ ઝડપી હતી. જ્યારે કુમ્બલેએ ઇસ.1999ની દિલ્હી ટેસ્ટમાં પાકિસ્તાન સામે 26.3 ઓવરમાં 74 રન આપીને 10 વિકેટ મેળવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.