ભારત સામેની આખરી બે ટેસ્ટ ડી કોક ગુમાવે તેવી શક્યતાઓ

Sports
Sports

સાઉથ આફ્રિકાનો વિકેટકિપર બેટ્સમેન ડી કોક ભારત સામેની શ્રેણીની આખરી બે ટેસ્ટ મેચ ગુમાવે તેવી શક્યતાઓ છે. ડી કૉકની પત્ની સાશા જાન્યુઆરીમાં બાળકને જન્મ આપવાની હોવાથી તે પેરેન્ટલ લીવ પર જવાનો છે. ત્યારે ડી કોક જેવા અનુભવી વિકેટકિપર તેમજ મીડલ ઓર્ડર બેટ્સમેનની સાઉથ આફ્રિકાને ખોટ પડશે. ત્યારે તેના સ્થાને રાયન રિચેલ્ટોનન કે વેરેયનેનને તક મળી શકે છે. વેરેયનેને ચાલુ વર્ષે જુન મહિનામાં સાઉથ આફ્રિકા પ્રવાસમાં ટેસ્ટ કેપ મેળવી હતી. જેમાં બવુમા ઈજાગ્રસ્ત થતાં તેને તક મળી હતી. જેમાં તેણે 3 ઈનિંગમાં 39 રન કર્યા હતા. જે પછી ઘરઆંગણાની ત્રણ મેચમાં તેણે એક અડધી સદી નોંધાવી છે,જ્યારે રિચેલ્ટોનને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવેશવાનો ઈંતજાર છે. તે ચાલુ વર્ષે સાઉથ આફ્રિકાના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી વધુ રન ફટકારવાના મામલે ટોપ-10માં છે. તેણે છેલ્લી ત્રણ ફર્સ્ટ ક્લાસ મેચમાંથી બેમાં સદી ફટકારી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.