ડેબ્યુ ટેસ્ટમાં સદી કરનાર શ્રેયસ ૧૬મો ભારતીય બેટ્‌સમેન

Sports
Sports

કાનપુર, ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડની વચ્ચે બે ટેસ્ટ મેચોની સીરિઝની પહેલી મેચમાં શ્રેયસ અય્યરે શાનદાર બેટિંગ કરી હતી. ડેબ્યૂ કરી રહેલા આ ભારતીય મીડલ ઓર્ડર બેટ્‌સમેન માટે કાનપુર ટેસ્ટ યાદગાર બની ગઈ હતી. ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ મેચમાં શ્રેયસ અય્યરે સદી ફટકારી દીધી હતી. તે ડેબ્યૂ ટેસ્ટ મેચમાં સદી ફટકારનાર ૧૬મા ભારતીય બેટ્‌સમેન બની ગયા છે. શ્રેયસ મેચના બીજા દિવસે ૧૦૫ રન બનાવીને પેવેલિયન ભેગા થયા હતા.

આશ્ચર્યની વાત તો એ છે કે ભારત માટે ડેબ્યૂ કરતા છેલ્લી ત્રણ સદી મુંબઈના જ બેટ્‌સમેનોએ ફટકારી છે. તેમાં રોહિત શર્મા અને પૃથ્વી શો બાદ શ્રેયસ અય્યરનું નામ જાેડાઈ ગયું છે.

અય્યરે પોતાની આ સદીની સાથે જ ૫ મોટા રેકોર્ડ નોંધાવ્યા છે. શ્રેયસ અય્યર ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર ૧૬મો ભારતીય બન્યો છે. છેલ્લી ડેબ્યૂ સદી યુવા બેટ્‌સમેન પૃથ્વી શૉએ ફટકારી હતી. આ ભારતીય યુવા ઓપનરે ૨૦૧૮માં આ સિદ્ધિ મેળવી હતી. શ્રેયસ અય્યર ન્યૂઝીલેન્ડ સામે ડેબ્યૂ કરતી વખતે સદી ફટકારનાર ત્રીજા ભારતીય બેટ્‌સમેન બની ગયા છે. તેમના પહેલા આ રેકોર્ડ ૧૯૭૬માં સુરિન્દર અમરનાથ અને ૧૯૫૫માં એજી ક્રિપાલ સિંહે બનાવ્યો હતો. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ભારતીય બેટ્‌સમેનોની ડેબ્યૂ મેચમાં સદી
સુરિન્દર અમરનાથ ૧૨૪ રન (૧૯૭૬, ઓકલેન્ડ)

એજી ક્રિપાલ સિંહ અણનમ ૧૦૦ રન (૧૯૫૫, હૈદરાબાદ)

શ્રેયસ અય્યર ૧૦૫ રન (૨૦૨૧, કાનપુર)

શ્રેયસ અય્યર ડેબ્યૂ મેચમાં પ્રથમ ઇનિંગ્સમાં સદી ફટકારનાર ૧૩મો ભારતીય બેટ્‌સમેન બની ગયો છે.

ઘરઆંગણે પોતાની ડેબ્યુ ટેસ્ટ રમીને શ્રેયસ અય્યર સદી ફટકારનાર ૧૦મો ભારતીય ખેલાડી બન્યો. કાનપુર મેદાન પર ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર તે બીજા બેટ્‌સમેન છે. તેમના પહેલા ગુંડપ્પા વિશ્વનાથે ૧૯૬૯માં આ સિદ્ધિ મેળવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.