શ્રેયસ ઐયરનું ટેસ્ટ ડેબ્યૂ કરાયું,સુનીલ ગાવસ્કરના હાથે ટેસ્ટ કેપ સ્વીકારી

Sports
Sports

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચનો કાનપુરના ઐતિહાસિક ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં પ્રારંભ થયો છે. ભારતીય ટીમના કપ્તાન અજિંક્યા રહાણેએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ ટેસ્ટમાં કાયમી કેપ્ટન વિરાટ કોહલી સહિત રોહિત શર્મા અને રિષભ પંત જેવા ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. શ્રેયસ ઐયરે આ સીરિઝમાં ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કર્યું છે. શ્રેયસને પ્લેઈંગ ઈલેવનમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને આ સાથે તે ભારત માટે ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર 302મા નંબરનો ખેલાડી બન્યો છે. શ્રેયસ ઐયરને ભારતના મહાન ખેલાડી સુનીલ ગાવસ્કરે ડેબ્યૂ કેપ સોંપી હતી. જેમાં ટેસ્ટમાં પદાર્પણ કરી રહેલા નવોદિત ખેલાડીઓને મહાન ખેલાડીઓ દ્વારા ટેસ્ટ કેપ સોંપવાની જૂની પરંપરા ભારતીય ટીમના નવા કોચ રાહુલ દ્રવિડે પુનઃ શરૂ કરી છે. આ અગાઉ ન્યૂઝીલેન્ડ સામે ટી20 મેચમાં ડેબ્યૂ કરનાર હર્ષલ પટેલને પૂર્વ ફાસ્ટ બોલર અજીત અગરકરના હાથે ડેબ્યૂ કેપ પહેરાવવામાં આવી હતી. મહાન ખેલાડીઓના હાથે ડેબ્યૂ કેપ પહેરાવવાનો સિરસ્તો ઓસ્ટ્રેલિયામાં પ્રચલિત છે. ઓસ્ટ્રેલિયન ટીમમાં ડેબ્યૂ કરનાર ખેલાડીને શેન વોર્ન,માર્ક વૉ,માર્ક ટેલર અથવા એડમ ગિલક્રિસ્ટ જેવા મહાન ખેલાડીના હાથે બેગી ગ્રીન કેપ આપવામાં આવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.