21 વર્ષીય શાહિન સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી જીતનાર સૌથી યુવા ખેલાડી

Sports
Sports

પાક.ના બોલર શાહિન શાહ આફ્રિદીને 2021નો પુરુષ ક્રિકેટર ઓફ ધ યર અને ભારતની સ્મૃતિ મંધાનાને મહિલા ક્રિકેટર ઓફ ધ યર જાહેર કરાયો છે. શાહિનને સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી અપાશે. ડાબોડી ઝડપી બોલર શાહિને ગત વર્ષે 36 મેચમાં 22.20ની સરેરાશથી 78 વિકેટ ઝડપી હતી.

21 વર્ષીય શાહિન આ એવોર્ડ જીતનાર પ્રથમ પાકિસ્તાની બનવાની સાથે જ સૌથી યુવા ક્રિકેટર પણ છે. ટી-20 વર્લ્ડ કપમાં ભારત વિરુદ્ધ રમતા તેણે રોહિત, રાહુલ અને કોહલીની વિકેટ ઝડપી હતી. જ્યારે સ્મૃતિએ રાચેલ હેહો ફ્લિન્ટ ટ્રોફી અપાશે. તે ઓસ્ટ્રેલિયાની એલિસે પેરી બાદ આ એવોર્ડ 2 વખત જીતનાર બીજી ખેલાડી છે.

સ્મૃતિને 2018માં પણ આ એવોર્ડ મળ્યો. ગત વર્ષે 22 આંતરરાષ્ટ્રીય મેચમાં સ્મૃતિએ 855 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પિન્ક બોલ ટેસ્ટમાં તેણે 127 રનની ઈનિંગ્સ રમી હતી. દ.આફ્રિકાની લિજેલ લીને મહિલા વન-ડે ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો. તે આઈસીસી એવોર્ડ જીતનાર પોતાના દેશની પ્રથમ મહિલા ક્રિકેટર છે. તેણે ગત વર્ષે વન-ડેમાં 90.28ની સરેરાશથી 632 રન કર્યા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.