રુટની એશિઝમાં 2015 પછી પહેલી સદીના 118* : ઈંગ્લેન્ડે પહેલા જ દિવસે 393/8ના સ્કોર પર પ્રથમ ઈનિંગ ડિકલેર કરી

Sports
Sports

કેપ્ટન સ્ટોક્સ-કોચ મેક્કુલમની આગેવાની હેઠળની ‘બાઝબોલ’ ક્રિકેટને આગળ ધપાવતા ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ એશિઝ ટેસ્ટમાં પહેલા જ દિવસે 5.03ની સરેરાશથી રન ફટકારતાં સનસનાટી મચાવી હતી. રુટની વર્ષ 2015 પછીની પહેલી એશિઝ સદી સાથેના અણનમ 118 રન તેમજ બેરસ્ટો (78) અને ક્રાવલી (61)ની અડધી સદીની મદદથી ઈંગ્લેન્ડે પહેલા જ દિવસે તેની પ્રથમ ઈનિંગ 8 વિકેટે 393 રને ડિકલેર કરી હતી. રુટની કારકિર્દીની આ 30મી ટેસ્ટ સદી હતી. જ્યારે પ્રથમ દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ 4 ઓવરમાં વિના વિકેટે 14 રન કર્યા હતા.

બર્મિંગહામના એજબેસ્ટોનમાં શરુ થયેલી પહેલી એશિઝ ટેસ્ટમાં ઈંગ્લેન્ડના કેપ્ટન સ્ટોક્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ઈંગ્લેન્ડે વિકેટો ગુમાવી હતી, પણ આક્રમક અભિગમ જારી રાખ્યો હતો. ક્રાવલીએ 73 બોલમાં 7 ચોગ્ગા સાથે 61 રન ફટકાર્યા હતા. તેણે ડકેટ (12) સાથે 22, પોપ (31) સાથે 70 અને રુટ સાથે 32 રન જોડ્યા હતા. હેઝલવૂડે ડકેટને, લાયને પોપને અને બોલ્ડે ક્રાવલીને આઉટ કર્યા હતા અને સ્કોર 124/3 થયો હતો.

 

હવે રુટે બાજી સંભાળી હતી. તેણે બ્રૂક સાથે 64 બોલમાં 51 રનની ભાગીદારી કરી હતી. બ્રૂકે 37 બોલમાં 32 રન કર્યા હતા. લાયને બ્રૂકને આઉટ કર્યો હતો. જ્યારે હેઝલવૂડને સ્ટોક્સને 1 રનના (8 બોલ) સ્કોર પર આઉટ કરતાં ઈંગ્લેન્ડે 176માં પાંચમી વિકેટ ગુુમાવી હતી. જોકે રુટે આક્રમક સ્ટ્રોક પ્લે સાથે બેટિંગ કરતાં બેરસ્ટો (78) સાથે છઠ્ઠી વિકેટની ભાગીદારીમાં 121 રન જોડ્યા હતા. રુટે સાત ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે 152 બોલમાં અણનમ 118 રન નોંધાવ્યા હતા. તેમણે સ્કોરને 300ની નજીક પહોંચાડ્યો હતો. લાયને બેરસ્ટો અને મોઈનની અને ગ્રીને બ્રોડની વિકેટ ઝડપી હતી. રુટ અને રોબિન્સને 45 બોલમાં અણનમ 43 રન જોડ્યા હતા અને ઈંગ્લેન્ડે 78 ઓવરમાં જ 8 વિકેટે 393ના સ્કોર પર ઈનિંગ ડિકલેર કરવાનો નિર્ણય લીધો હતો. લાયને ચાર વિકેટ ઝડપી હતી, પણ તેણે 149 રન આપ્યા હતા.

 

ઓસ્ટ્રેલિયાએ રમતના અંતે ચાર ઓવરમાં વિના વિકેટે 14 રન કર્યા હતા. વોર્નર 8 અને ખ્વાજા ચાર રને ક્રિઝ પર હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.