રોનાલ્ડોના ગોલથી માંચેસ્ટર યુનાઈટેડનો અંતિમ 16માં પ્રવેશ થયો

Sports
Sports

ક્રિસ્ટીયનો રોનાલ્ડોના કારકિર્દીના 799માં ગોલને સહારે માંચેસ્ટર યુનાઈટેડે 2-0થી વિલારિયલને હરાવી ચેમ્પિયન્સ લીગમાં અંતિમ-16માં પ્રવેશ મેળવ્યો હતો. વચગાળાના કોચ તરીકે નિયુક્તિ પામેલા માઈકલ કારિચના માર્ગદર્શનમાં માંચેસ્ટરે જીત હાંસલ કરી હતી. જેમાં રોનાલ્ડોએ મેચની 78મી મિનિટે અને સાન્ચોએ મેચની 90મી મિનિટે ગોલ ફટકાર્યા હતા. આમ ચાલુ સિઝનમાં રોનાલ્ડોએ યુનાઈટેડની અત્યારસુધીની તમામ ચેમ્પિયન્સ લીગમાં ગોલ ફટકાર્યા છે. ઈંગ્લિશ કલબ ચેલ્સીએ એકતરફી મુકાબલામાં 4-0થી ઈટાલીયન કલબ યૂવેન્ટસને મહાત કરીને અંતિમ 16માં સ્થાન હાંસલ કરી લીધું હતુ. ચેલ્સી તરફથી ફર્સ્ટ હાફમાં ટ્રેવોહ ચૅલોબાહે ગોલ ફટકાર્યો હતો. જે પછી બીજા હાફમાં મેચની 55મી મિનિટે રિસે જેમ્સે 58મી મિનિટે હડસન-ઓડોઈએ અને ઈન્જરી ટાઈમની 5મી મિનિટે ટીમો વેર્નરે ગોલ નોંધાવ્યા હતા. યુવેન્ટસ એકપણ ગોલ કરી શક્યું નહતુ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.