રોનાલ્ડો 800 ગોલ ફટકારનારો પ્રથમ ખેલાડી બન્યો

Sports
Sports

રોનાલ્ડોના બે ગોલની મદદથી મેન્ચેસ્ટર યુનાઈટેડે ઈંગ્લીશ પ્રિમીયર લીગ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં આર્સેનલ ઉપર 3-2થી જીત હાંસલ કરી છે. આ સાથે રોનાલ્ડોએ 800 ગોલ પૂરા કર્યા છે અને આવું કરનારો તે દુનિયાનો પ્રથમ ખેલાડી બની ગયો છે. રોનાલ્ડોએ મેચની 52મી મિનિટમાં ગોલ કરી ક્લબ અને દેશ માટે મળીને 800 ગોલના આંકડાને પૂરો કરી લીધો છે. આ તેનો 801મો ગોલ હતો. આ પહેલાં એમિલ સ્મિથે 14મી અને માર્ટિન ઓડેગાર્ડે 54મી મિનિયમાં આર્સેનલ માટે જ્યારે બ્રૂનો ફર્નાન્ડેસે 44મી મિનિટમાં મેન્ચેસ્ટર માટે ગોલ કર્યો હતો. મેન્ચેસ્ટરે જર્મનીના કોચ રાલ્ફ રેંગનિકના કાર્યભાર સંભાળ્યા પહેલાં જીત મેળવી છે. પાછલા મહિને 21મી તારીખે ઓલે ગુનાર સોલ્સકરને હટાવાયા બાદ પૂર્વ ખેલાડી માઈકલ કેરિક મેન્ચેસ્ટર યુનાઈટેડના પ્રભારીની ભૂમિકા ભજવી રહ્યા હતા. કેરિકે પ્રભારી રહેતાં ટીમે ત્રણ મેચ રમી હતી. જે ત્રણેયમાં જીત મેળવી હતી. રોનાલ્ડોએ માર્ચ-2021માં બ્રાઝીલના ફૂટબોલર પેલેને ઓવરઓલ ગોલ મામલે પાછળ છોડ્યા હતા. પેલેના સત્તાવાર રેકોર્ડ મુજબ તેમણે 767 ગોલ ફટકાર્યા હતા. રોનાલ્ડોએ જાન્યુઆરીમાં પેલેનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. ત્યારે પેલેના સત્તાવાર 757 ગોલ હતા. રોનાલ્ડોએ તેનાથી આગળ નીકળતા પેલેના રેકોર્ડને તોડી નાખ્યો હતો. આ સાથે રોનાલ્ડો આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી વધુ ગોલ કરનારો ખેલાડી બન્યો છે. આર્જેન્ટીનાના ફૂટબોલ મેસ્સીના નામે અત્યારસુધી 756 ગોલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.