રોહિત શર્મા અને વિરાટ કોહલીનું T20 કરિયર ખતમ, સતત ચોથી સીરીજમાં નથી નામ!
શું રોહિત શર્માનું T20 કરિયર ખતમ થઈ ગયું છે? શું હવે વિરાટ કોહલી ક્યારેય T20 ક્રિકેટમાં રમશે નહીં? શું ભારતીય ક્રિકેટના આ બે મહાન ખેલાડીઓએ પોતાની છેલ્લી T20 મેચ રમી ચૂક્યા છે? આ બધા પ્રશ્નો ઉભા થાય છે કારણ કે વેસ્ટ ઈન્ડિઝ સામે T20 સીરીઝ માટે જે ટીમ આવી છે તેમાં આ બન્ને ખેલાડીઓના નામ નથી અને આવું પહેલીવાર નથી બન્યું પરંતુ હકીકતમાં સતત ચોથી T20 સીરીઝ માં થયું છે.
રોહિત શર્મા અને વિરાટ કોહલી બન્ને આ સમયે વેસ્ટ ઈન્ડિઝમાં છે. આ બન્ને પહેલી ટેસ્ટ અને પછી વનડે મેચોની સીરીઝ ત્યાં રમશે. વેસ્ટ ઈન્ડિઝ 5 જુલાઈએ યોજાનારી T20 સીરીઝ માટે ટીમ ઇન્ડિયાને પસંદ કરવામાં આવી છે. આ મેચમાં વિરાટ કે રોહિતનુ નામ નથી. પ્રશ્ન એ છે કે શું રોહીતથી T20ની કેપ્ટનશીપની સાથે ખેલાડીના રૂપમાં રમવાનો હક પણ જુંટવી લેવામાં આવ્યો છે? શું ભારતીય ટીમ મેનેજમેન્ટ T20 વર્લ્ડ કપ 2024ને ધ્યાનમાં રાખીને રોહીત- વિરાટથી આગળની આશા રાખે છે.
દરેક T20 સીરીઝની જે ભારતીય ટીમ જોવા મળી રહી છે, એને જોતા લાગે છે કે એવું જ છે. આ પહેલીવાર નથી થયું જો કે આ T20 વર્લ્ડ કપ 2022થી લઈને સતત ચોથી વાર આવું બન્યું છે. આ પહેલા પણ રોહીત- વિરાટને ગત વર્ષે ન્યુઝીલેન્ડ પ્રવાસની T20 ટીમથી બહાર રાખવામાં આવ્યા હતાં. આ વર્ષે પણ જ્યારે પહેલા શ્રીલંકા અને પછી ન્યુઝીલેન્ડ સામે સ્થાનિક T20 સીરીઝ માટે ટીમ ઇન્ડિયાને પસંદ કરવામાં આવી ત્યારે પણ રોહીત- વિરાટ આ સીરીઝથી બહાર હતાં. હવે જો વારંવાર આવું થાય તો પ્રશ્નો ઉભા થાય છે અને આ વાતનો અંદાજ છે કે શું આ બન્નેનું T20 કરિયર ખતમ તો નથી થઈ ગયું.
જણાવી દઈએ કે રોહીત શર્મા અને વિરાટ કોહલીએ પોતાની છેલ્લી T20 મેચ 10 નવેમ્બર 2022એ એડિલેડમાં ઇંગ્લેન્ડ સામે રમી હતી.