જીસીએ દ્વારા રિલાયન્સ અંડર-૧૯ ઓલ ઇન્ડિયા ઇન્વિટેશન ટૂર્નામેન્ટનું આયોજન

Sports
Sports

નવીદિલ્હી,ગુજરાત ક્રિકેટ એસોસિએશન (ય્ઝ્રછ) સપ્ટેમ્બર ૨૦૨૨માં રિલાયન્સ અંડર-૧૯ ઓલ ઈન્ડિયા ઈન્વિટેશન ટૂર્નામેન્ટનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ ટૂર્નામેન્ટ અંડર-૧૯ મલ્ટી-ડે ફોર્મેટની બીસીસીઆઈની પ્લેઈંગ કન્ડિશન મુજબ રમાશે. જીસીએના ઉપાધ્યક્ષ ધનરાજ નથવાણીએ આ ટૂર્નામેન્ટની વિગતો આપતા જણાવ્યું હતું કે, “જીસીએ છેલ્લા ૧૦ વર્ષથી સીનિયર કેટેગરીમાં રિલાયન્સ જી-૧નું આયોજન કરે છે.

ગયા વર્ષથી અમે મ્ઝ્રઝ્રૈંના નિયમો મુજબ તમામ કેટેગરી અને વય જૂથોમાં રિલાયન્સ ય્-૧નું આયોજન શરૂ કર્યું છે જે પુરુષો અને મહિલાઓ બંને માટે છે. ૨૦૨૨-૨૩ સીઝન માટે અમે રિલાયન્સ અંડર-૧૯ ઓલ ઈન્ડિયા ઈન્વિટેશન ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે ભારતભરમાંથી આઠ રાજ્ય ક્રિકેટ એસોસિએશનોને આમંત્રિત કર્યા છે.” આ ટૂર્નામેન્ટ માટે ટીમોને બે ગ્રૂપમાં વહેંચવામાં આવશે અને દરેક ગ્રૂપમાં ચાર ટીમ રહેશે. ગ્રુપ એમાં ગુજરાત, બંગાળ, બરોડા અને હિમાચલ પ્રદેશનો સમાવેશ કરાયો છે.

જ્યારે ગ્રુપ બીમાં મધ્યપ્રદેશ, સૌરાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રની ટીમોનો સમાવેશ થાય છે. આ ટૂર્નામેન્ટ પહેલીથી ૧૮મી સપ્ટેમ્બર દરમિયાન ચાર સ્થળોએ યોજાશે, જેમાં નરેન્દ્ર મોદી મેઈન સ્ટેડિયમ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગ્રાઉન્ડ-બી, આણંદ અને નડિયાદનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, બીસીસીઆઇના રાષ્ટ્રીય પસંદગીકારો પણ આ ટૂર્નામેન્ટ દરમિયાન મેચો પ્રત્યક્ષ નિહાળવા માટે હાજર રહેશે. સાથે સાથે નેશનલ ક્રિકેટ એકેડમી (દ્ગઝ્રછ)ના વડા વીવીએસ લક્ષ્મણ પણ હાજર રહે તેવી શક્યતા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.