PCB પ્રમુખ રમીઝ રાજા 4 દેશ વચ્ચે ટી-20ની સુપર સીરિઝ રમાડવા માટે ICC સમક્ષ પ્રસ્તાવ મૂકશે
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ જોવા માટે બંને દેશના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. ભારત- પાકિસ્તાન રાજદ્વારી સંબંધોને કારણે બંને વચ્ચે કોઈ સિરીઝ રમાતી નથી. બંને ટીમ માત્ર ICC ઈવેન્ટ્સમાં જ એકબીજા સાથે ટકરાય છે. આ મેચ 2 વર્ષ અને 4 વર્ષ પછી યોજાય છે.
હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ રમીઝ રાજાએ ભારત અને પાકિસ્તાન વચ્ચેની સિરીઝને લઈને મોટી પહેલ કરી છે. તે આઈસીસીની સામે એક પ્રસ્તાવ મૂકવા જઈ રહ્યો છીએ, જેને સ્વીકારવામાં આવે તો બંને દેશ વચ્ચે દર વર્ષે ટી-20 મેચની સિરીઝ રમાશે.
રમીઝ રાજા આઈસીસી સમક્ષ ચાર દેશ વચ્ચે ટી-20 મેચની સુપર સીરિઝ રમાડવાનો પ્રસ્તાવ મૂકવા જઈ રહ્યો છે, જે દર વર્ષે એકવાર રમાશે. આ સિરીઝમાં ભારત, પાકિસ્તાન ઉપરાંત ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમો હશે. આયોજક દેશ દર વર્ષે બદલાતો રહેશે. PCB ચીફ ICCની આગામી બેઠકમાં આ સિરીઝનો પ્રસ્તાવ મૂકશે.