વનડે રેન્કિંગમાં પાકિસ્તાને ભારતને પછાડ્યું, ન્યૂઝીલેન્ડ ટોપ પર

Sports
ODI rankings
Sports

તાજેતરની ICC ODI રેન્કિંગમાં પાકિસ્તાને ભારતને પાછળ છોડી દીધું છે. પાકિસ્તાનની ટીમે તાજેતરમાં જ વેસ્ટઈન્ડિઝ સામેની ઘર આંગણે રમાયેલી વનડે શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યા બાદ આ સીમાચિહ્ન મેળવ્યું છે. ભારત હવે વર્લ્ડ રેન્કિંગમાં પાંચમા સ્થાને પહોંચી ગયું છે. તાજેતરની ICC ODI રેન્કિંગમાં પાકિસ્તાન 102થી 106 પોઈન્ટ પર પહોંચી ગયું છે. તે પાંચમાથી ચોથા સ્થાને પહોંચી ગયું છે. જ્યારે ભારતના 105 પોઈન્ટ છે.

હોમ સિરીઝ પહેલા પાકિસ્તાનના 102 પોઈન્ટ હતા

ટીમ ઈન્ડિયા ઘણા સમયથી વનડે સીરીઝ રમી રહી નથી. તે ચોથા સ્થાનેથી પાંચમા સ્થાને સરકી ગઈ છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડની ટીમ ટોપ પર છે જ્યારે ઈંગ્લેન્ડ બીજા અને ઓસ્ટ્રેલિયા ત્રીજા સ્થાને છે. ભારતે ફેબ્રુઆરીમાં વેસ્ટ ઈન્ડિઝ સામે છેલ્લી વનડે શ્રેણી રમી હતી. વેસ્ટઈન્ડિઝ સામેની 3 મેચની હોમ સિરીઝ પહેલા પાકિસ્તાનના 102 પોઈન્ટ હતા. ભારતને પાછળ છોડવા માટે તેને વેસ્ટઈન્ડિઝ સામે 3 મેચ જીતવી જરૂરી હતી. પાકિસ્તાને આવું જ કરતાં વેસ્ટઈન્ડિઝ સામે હોમ સિરીઝ 3-0થી જીતી લીધી હતી. આ સાથે તેને 106 પોઈન્ટ મળ્યા છે.

ભારત પાસે પાકિસ્તાનને પછાડવાની તક

ભારતે છેલ્લી ODI 11 ફેબ્રુઆરી 2022ના રોજ વેસ્ટઈન્ડિઝ સામે રમી હતી. ભારત પાસે એક મહિનામાં ODI રેન્કિંગમાં પાકિસ્તાનને પાછળ છોડવાની તક છે. કારણ કે પાકિસ્તાનને હવે ઓગસ્ટમાં નેધરલેન્ડ સામે 3 મેચની વનડે શ્રેણી રમવાની છે. તો ટીમ ઈન્ડિયાએ જુલાઈના બીજા અને છેલ્લા સપ્તાહમાં ઈંગ્લેન્ડ અને વેસ્ટઈન્ડિઝ સામે 3-3 વનડે મેચોની શ્રેણી રમવાની છે.

ઇંગ્લેન્ડ સામે 3 વનડે રમશે ભારત

ભારતે 12 જુલાઈથી 17 જુલાઈ સુધી ઈંગ્લેન્ડ સામે 3 મેચની વનડે શ્રેણી રમવાની છે. ત્યારબાદ 22થી 27 જુલાઈ સુધી વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ 3 મેચની ODI શ્રેણી રમવાની છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.