પી.વી.સિંધુનો ઈન્ડોનેશિયા ઓપનની સેમિફાઈનલમાં પ્રવેશ થયો

Sports
Sports

ભારતની બેડમિંટન સ્ટાર પી.વી.સિંધુએ ઈન્ડોનેશિયા ઓપન સુપર 1000 સિરીઝ ટુર્નામેન્ટની સેમિફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. સિંધુએ ક્વાર્ટર ફાઈનલમા સાઉથ કોરિયાની સિમ યુજીનને ત્રણ ગેમના ભારે સંઘર્ષમય મુકાબલામાં 14-21,21-19,21-14થી હરાવી હતી. ત્યારબાદ તેનો સામનો બીજો સીડ ધરાવતી થાઈલેન્ડની રાટ્ચાનોક ઇન્થાનોન સામે થશે. સાત્વિકસાઈરાજ રાન્કિ રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ મેન્સ ડબલ્સમાં સેમિફાઈનલમા પ્રવેશ મેળવી લીધો હતો. ભારતીય જોડીએ મલેશિયાના ગોહ સેઝ ફેઈ અને નુર ઈઝ્ઝુદિનની જોડીએ સીધી ગેમ્સમાં 21-19,21-19થી હરાવી હતી. આ સિવાય ભારતના સાઈ પ્રણિતનો ક્વાર્ટર ફાઈનલમાં ઓલિમ્પિક ચેમ્પિયન ડેનિશ ખેલાડી એક્સલસન સામે 21-12,21-8થી પરાજય થયો હતો. જેમાં ભારતના સાત્વિક-ચિરાગ સેમિફાઈનલમાં ટોપ સીડ ધરાવતા ઈન્ડોનેશિયાના માર્કસ ફેર્નાન્ડી જીડેઓન અને કેવિન સંજયા સુકામ્યુલજો સામે ટકરાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.