પી.વી. સિંધુ અને પ્રણિત ઈન્ડોનેશિયા ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યા

Sports
Sports

ભારતની ડબલ ઓલિમ્પિક મેડાલીસ્ટ પી.વી. સિંધુ અને વર્લ્ડ ચેમ્પિયનશિપના બ્રોન્ઝ મેડાલિસ્ટ સાઈ પ્રણિતે ઈન્ડોનેશિયા ઓપન સુપર ૧૦૦૦ બેડમિંટન ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. જ્યારે શ્રીકાંત ડેનમાર્કના ટોચના ખેલાડી વિક્ટર એક્સલસન સામે હારીને બહાર ફેંકાયો હતો.

પી.વી. સિંધુએ બીજા રાઉન્ડના મુકાબલામાં જર્મનીની વોન લી ને ૩૭ મિનિટના મુકાબલામાં સીધી ગેમ્સમાં ૨૧-૧૨, ૨૧-૧૮થી પરાસ્ત કરી હતી. ત્રીજો સીડ ધરાવતી સિંધુએ ૨૬મો ક્રમાંકિત ધરાવતી જર્મન ખેલાડી સામે આસાન જીત મેળવી હતી. હવે ક્વાર્ટર ફાઈનલમાં તેનો મુકાબલો સાઉથ કોરિયાની સિમ યુજીન સામે થશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.