માત્ર 8 રનમાં આખી ટીમ થઈ ગઈ તંબૂ ભેગી, વિરોધી ટીમ 7 બોલમાં મેચ જીતી ગઈ

Sports
nepal women cricket
Sports

કોઈ ટીમ આખરે કેટલા ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ શકે છે? જો આવો સવાલ તમારા મનમાં હોય તો એક ચોંકાવનારો જવાબ મળ્યો છે. નેપાળની અંડર-19 (nepal under 19 team) મહિલા ટીમ માત્ર 8 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. વિરોધી ટીમે માત્ર બે ઓવરમાં જ આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ઉલ્લેખનીય છે કે, અંડર-19 મહિલા વર્લ્ડ કપના એશિયા ક્વોલિફાયરમાં નેપાળની ટીમ (women cricket team) યુનાઈટેડ આરબ અમીરાત (UAE) સામે ટકરાઈ હતી.

6 બેટર્સ ખાતું પણ ના ખોલાવી શક્યા

બાંગીમાં રમાયેલી આ મેચમાં નેપાળે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ આ નિર્ણય કદાચ દુઃસ્વપ્ન સાબિત થયો હતો. નેપાળ માટે સ્નેહા મહારાએ સૌથી વધુ 3 રન બનાવ્યા, તે 10 બોલ રમી શકી હતી. ટીમના કુલ 6 બેટર્સ ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. UAE માટે માહિકા ગૌરે 4 ઓવરના ક્વોટામાં 5 વિકેટ લીધી હતી. માહિકાએ 2 ઓવર મેડન નાખી અને કુલ 4 ઓવરમાં માત્ર 2 રન આપ્યા હતા.

UAEએ માત્ર 7 બોલમાં આ લક્ષ્યાંક મેળવ્યો

માહિકા ઉપરાંત ઈન્દુજા કુમારે 6 રનમાં 3 વિકેટ ઝડપી હતી. સમાયરાને એક વિકેટ મળી, તેણે મેચમાં માત્ર આ એક જ બોલ ફેંક્યો હતો. આ રીતે નેપાળની આખી ટીમ 8 ઓવરમાં 8 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં UAEએ આ લક્ષ્ય માત્ર 7 બોલમાં એટલે કે 1.1 ઓવરમાં હાંસલ કરી લીધું હતું.

ઈન્ટરનેશનલ ટી20 ક્રિકેટમાં સૌથી ઓછા સ્કોરનો રેકોર્ડ તુર્કીના નામે

ટીમે 113 બોલ બાકી રહેતા આ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો અને એકપણ વિકેટ ગુમાવી ન હતી. જો ઈન્ટરનેશનલ ટી20 ક્રિકેટમાં સૌથી ઓછા સ્કોર વિશે વાત કરીએ તો આ રેકોર્ડ તુર્કીના નામે છે. તુર્કીની મેન્સ ટીમ ચેક રિપબ્લિક સામે માત્ર 21ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રેકોર્ડ 30 ઓગસ્ટ 2019ના રોજ બન્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.