મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું કહ્યું અલવિદા, ખત્મ કર્યું 23 વર્ષનું કેરિયર

Sports
Sports

ભારતીય મહિલા ટીમની કેપ્ટન મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. મિતાલીએ બુધવારે બપોરે આની જાહેરાત કરી છે. આ સાથે મિતાલીએ પોતાની 23 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીને અલવિદા કહી દીધું છે. 39 વર્ષીય મિતાલી રાજે 8 જૂને ટ્વિટર પર એક લાંબો સંદેશ જારી કરીને નિવૃત્તિની જાહેરાત કરી હતી.

સફરનો અંત

મિતાલીએ પોતાના મેસેજમાં લખ્યું છે કે, જ્યારે મેં બ્લુ જર્સી પહેરીને મારા દેશનું પ્રતિનિધિત્વ કર્યું ત્યારે હું નાની બાળકી હતી. આ સફર તમામ પ્રકારની ક્ષણો જોવા માટે પૂરતી લાંબી હતી, છેલ્લા 23 વર્ષ મારા જીવનની શ્રેષ્ઠ ક્ષણોમાંની એક હતી. દરેક અન્ય સફરની જેમ આ સફરનો પણ અંત આવી રહ્યો છે અને આજે હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરું છું.

કારકિર્દીને અલવિદા કહેવાનો યોગ્ય સમય

મિતાલી રાજે પોતાના સંદેશમાં લખ્યું કે જ્યારે પણ હું મેદાન પર ઉતરી ત્યારે મેં હંમેશા મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો અને ટીમને જીત અપાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. મને લાગે છે કે મારી કારકિર્દીને અલવિદા કહેવાનો આ યોગ્ય સમય છે, જ્યાં ભારતનું ભવિષ્ય યુવા ખેલાડીઓના હાથમાં છે. હું BCCI, સેક્રેટરી જય શાહ અને અન્ય તમામ અધિકારીઓનો આભાર માનું છું.

ટીમનું સુકાન સંભાળવું ગર્વની વાત

મિતાલી રાજે વધુમાં કહ્યું કે ઘણા વર્ષો સુધી ટીમનું સુકાન સંભાળવું મારા માટે ગર્વની વાત હતી, જેણે મને એક વ્યક્તિ તરીકે વધુ સારી બનાવી, સાથે જ મહિલા ક્રિકેટને આગળ લઈ જવામાં મદદ કરી. ભલે આ સફર અહીં પૂરી થઈ રહી છે, પરંતુ હું કોઈને કોઈ સ્વરૂપે ક્રિકેટ સાથે જોડાયેલી રહીશ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.