મેન્સ હોકી વિશ્વકપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી
ઓડિશામાં યોજાનાર મેન્સ હોકી વર્લ્ડકપ માટે માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.આગામી 13 જાન્યુઆરીથી ઓડિશામાં મેન્સ હોકી વર્લ્ડકપનું આયોજન કરવામાં આવ્યું છે॰ત્યારે તેના માટે ભારતીય ટીમના 18 સભ્યોની જાહેરાત કરવામાં આવી છે.જેમાં ડિફેન્ડર હરમનપ્રીત સિંહને ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.ડિફેન્ડર અમિત રોહિદાસને ટીમનો વાઇસ કેપ્ટન બનાવ્યો છે.આમ ઓસ્ટ્રેલિયા સામેની તાજેતરની શ્રેણીમાં પણ હરમનપ્રીત ટીમનો કેપ્ટન હતો.જેમાં ભારતને 1-4થી હારનો સામનો કરવો પડ્યો હતો.આ અગાઉ ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતીય ટીમના કેપ્ટન મનપ્રીતસિંહ ખેલાડી તરીકે ટીમમાં રમશે.બેંગલુરુના સેન્ટરમાં બે દિવસીય ટ્રાયલ બાદ વર્લ્ડકપ ટીમની પસંદગી કરવામાં આવી છે.ત્યારે ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે, જેમની નજર વર્લ્ડકપમાં ભારતની લાંબી રાહનો અંત લાવવા પર રહેશે.જેમાં ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ સ્પેન સામે રમશે.આમ આ ખેલાડીઓનો હોકી ટીમમાં મળી જગ્યા ગોલકીપર્સ- ક્રિષ્ન બી પાઠક અને પી.આર શ્રીજેશ,ડિફેન્ડર્સ- હરમનપ્રીત સિંહ,અમિત રોહિદાસ,સુરેન્દર કુમાર,વરૂણ કુમાર,જર્મનપ્રીત સિંહ અને નીલમ સંજીપ,મિડફિલ્ડર- વિવેક સાગર પ્રસાદ,મનપ્રીત સિંહ,હાર્દિક સિંહ,નીલકાંત શર્મા,શમશેર સિંહ અને આકાશદીપ સિંહ,ફોરવર્ડ-મનદીપ સિંહ,લલિત ઉપાધ્યાય, અભિષેક અને સુખજિત સિંહ આ સિવાય વૈકલ્પિક ખેલાડીઓમાં- રાજકુમાર પાલ અને જુગરાજ સિંહનો સમાવેશ કરવામાં આવ્યો છે.