મેક્સ વેરસ્ટાપ્પેન ફોર્મ્યુલા-વન ચેમ્પિયન બન્યો

Sports
Sports

રેડબુલના મેક્સ વેરસ્ટાપ્પેને ફોર્મ્યુલા-વન ચેમ્પિયનશિપનો ખીતાબ જીતી લીધો છે. વેરસ્ટાપ્પેને ફોર્મ્યુલા-વન ઈતિહાસની રેસમાં લુઈસ હેમિલ્ટનને અંતિમ લેપમાં પછાડીને અબુધાબી ગ્રાં.પ્રી જીતી લીધી છે અને વિશ્વ ચેમ્પિયન બનનારો પ્રથમ ડચ ડ્રાયવર બન્યો છે. રેડબુલે વર્ષ 2013 પછી પ્રથમવાર એફ-વન ખિતાબ જીત્યો છે. રેસ સમાપ્તી બાદ વેરસ્ટાપ્પેને રેડિયો પર ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે હે ભગવાન અવિશ્વસનીય હાં મીત્રો ભારતીય ટીમના વન-ડે અને ટી-20 કેપ્ટન રોહિત શર્મા પણ વેરસ્ટાપ્પેનની જીતથી હતપ્રભ છે. તેમણે ટવીટર પર લખ્યું કે એક બોલ ઉપર 6 રનની જરૂર છે અને અનુમાન લગાવો કે મેક્સ વેરસ્ટાપ્પેને તે રન બનાવી લીધા છે. આ જીત અવિશ્વસનીય છે. આમ એક સમયે હેમિલ્ટન જીત તરફ દેખાઈ રહ્યો હતો. પરંતુ 54મા લેપમાં નિકોલ્સ લતીફીની કાર દૂર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી. આ દરમિયાન સેફ્ટી કાર પીટથી નીકળી જેને પગલે તમામ ડ્રાઈવરોએ પોતાની સ્પીડ ઘટાડવી પડી હતી. હેમિલ્ટન અને વેરસ્ટાપ્પેને અંતિમ લેપમાં સાથે શરૂઆત કરી હતી પરંતુ પહેલાં ચાર વળાંકમાં વેરસ્ટાપ્પેને તેને પછાડી દીધો હતો. જેમાં જીત નોંધાવ્યા બાદ વેરસ્ટાપ્પેને 26 પોઈન્ટ હાંસલ કર્યા અને 395.5ની સાથે ચેમ્પિયનશીપ પોતાના નામે કરી લીધી હતી. આ હાર સાથે હેમિલ્ટનનું આઠમી વખત વિશ્વ ચેમ્પિયનશીપ જીતવાનું સ્વપ્ન ચકનાચુર થઈ ગયું હતું. આમ હેમિલ્ટન અને માઈકલ શૂમાકર સાત-સાત ખિતાબ જીતીને ટોચ પર છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.