માંચેસ્ટર યુનાઈટેડ ઓમોનિયા સામે યુરોપા કપમાં ૩-૨થી જીત્યું

Sports
Sports

યુરોપા કપ ફૂટબોલમાં માંચેસ્ટર યુનાઈટેડે ૩-૨થી ઓમાનિયા કલબ સામેની મેચમાં વિજય મેળવ્યો હતો. માંચેસ્ટર યુનાઈટેડે રોનાલ્ડોને સ્ટાર્ટિંગ લાઈનઅપમાં સામેલ કર્યો હતો. જોકે તે એક પણ ગોલ નોંધાવી શક્યો નહતો. રશફોર્ડના બે અને માર્ટિયલનો એક ગોલ માંચેસ્ટર યુનાઈટેડ માટે નિર્ણાયક બન્યા હતા. જ્યારે ઓમોનિયા તરફથી એન્સારિફાર્ડે ગોલ ફટકારતાં ટીમને ૧-૦થી સરસાઈ અપાવી હતી.
જોકે યુનાઈટેડે ઉપરાઉપરી ત્રણ ગોલ ફટકારતાં મેચમાં ૩-૧થી લીડ મેળવી લીધી હતી. આખરી પાંચ મિનિટ બાકી હતી, ત્યારે ઓમોનિયા તરફથી નિકોલસ પાનાયોટોએ એક ગોલ નોંધાવ્યો હતો.
જ્યારે ઈંગ્લિશ કલબ આર્સેનલે કેટિયાહ, હોલ્ડિંગ અને વિઈરાના ગોલને સહારે ૩-૦થી બોડો જિમીટ સામે જીત હાંસલ કરી હતી. સ્પેનિશ કલબ રિયલ બેટિસે ૨-૧થી ઈટાલીયન કલબ રોમાને હરાવી હતી. ડાયબાલાઅ રોમાને સરસાઈ અપાવી હતી. જોકે રોડ્રિગ્સ અને હેનરિક્સે ગોલ ફટકારીને બેટિસને જીત અપાવી હતી .


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.