ભારતીય સીનિયર ટીમની પસંદગી સમિતિમાંથી કુરુવિલાની વિદાય થઈ

Sports
Sports

ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી કરતી સિનિયર સિલેક્શન કમિટિમાંથી ભૂતપૂર્વ ફાસ્ટ બોલર કુરૂવિલાએ ટર્મ પુરી થતાં વિદાય લીધી છે.ત્યારે આ પેનલમાં વેસ્ટ ઝોનમાંથી એક સભ્યને સિનિયર સિલેક્શન કમિટિમાં સમાવવામાં આવશે.આમ બીસીસીઆઇના બંધારણ અનુસાર એક વ્યક્તિ કોઈપણ કમિટિમાં પાંચ વર્ષથી વધુ સમય રહી ન શકે.મુંબઈના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર કુરૂવિલાને ડિસેમ્બર,2020માં બીસીસીઆઇની સિનિયર સિલેક્શન કમિટિમાં સમાવવામાં આવ્યો હતો.

જે અગાઉ તેણે 4 વર્ષ ભારતીય જુનિયર સિલેક્શન કમિટિના ચેરમેન તરીકેની જવાબદારી સંભાળી હતી.ત્યારે તેના જ કાર્યકાળમાં વર્ષ 2012માં ભારતની જુનિયર ક્રિકેટ ટીમે ઉન્મુક્ત ચંદની કેપ્ટન્સીમાં અંડર-19 વિશ્વકપ જીત્યો હતો.આમ ભારત તરફથી 10 ટેસ્ટ અને 25 વન ડે રમી ચૂકેલા કુરૂવિલાની બે અલગ-અલગ ટર્મના કુલ મળીને પાંચ વર્ષ પૂર્ણ થતાં તેમને વિદાય આપવામાં આવી હતી.વર્તમાનમાં ભારતીય સિનિયર સિલેક્શન કમિટિમાં ચેરમેન ચેતન શર્માની સાથે સુનિલ જોશી,હરવિન્દર સિંઘ અને દેબાશીશ મોહન્તી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.