વેસ્ટઈન્ડિઝ સામેની ટી-20 શ્રેણીમાંથી કે.એલ રાહુલ બહાર થયા

Sports
Sports

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલ વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી વનડેમાં સ્નાયુ ખેંચાતા ભારતીય ટીમના વાઈસ કેપ્ટન કે.એલ રાહુલ ટી-20 સીરિઝમાંથી બહાર થઈ ગયો છે.ત્યારે બીસીસીઆઈએ ઋતુરાજ ગાયકવાડને રીપ્લેસમાં ટીમમાં સામેલ કર્યો છે.આમ રાહુલ બાદ સ્પીનર વોશિંગ્ટન સુંદર તેમજ અક્ષર પટેલના પણ સ્નાયુ ખેંચાતા તેમજ અન્ય કારણોસર વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી-20 શ્રેણીમાંથી બહાર થયા છે.

તેને સ્થાને બીસીસીઆઈ સિલેક્શન કમિટીએ ત્રીજી વનડેમાં શાનદાર પ્રદર્શન કરનાર કુલદિપને મોકો આપ્યો છે.આમ આગામી 16મી ફેબ્રુઆરીથી શરૂ થતી કોલકત્તાના ઈડન ગાર્ડન ખાતે રમાનારી ત્રણ મેચોની ટી-20 સીરીઝ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ ટીમના નવા વાઇસ-કેપ્ટન તરીકે રિષભ પંતના નામની જાહેરાત કરી છે.આમ પ્રથમ મેચ 16 ફેબ્રુઆરી,બીજી મેચ 18 ફેબ્રુઆરી તેમજ ત્રીજી મેચ 20 ફેબ્રુઆરીના રોજ રમાશે.

ભારતીય ટીમ- રોહિત શર્મા (C),ઈશાન કિશન,વિરાટ કોહલી,શ્રેયસ ઐયર,સૂર્યકુમાર યાદવ,ઋષભ પંત,વેંકટેશ ઐયર,દીપક ચહર,શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઈ,યુઝવેન્દ્ર ચહલ,મોહમ્મદ સિરાજ,ભુવનેશ્વરકુમાર,આવેશ ખાન,હર્ષલ પટેલ,રૂતુરાજ ગાયકવાડ,દીપક હુડા,કુલદીપ યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.