જુનિયર મેન્સ હોકી વર્લ્ડકપમાં ભારતે કેનેડાને 13-1થી હરાવી પ્રથમ વિજય મેળવ્યો

Sports
Sports

ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે કેનેડા સામે 13-1થી જીત હાંસલ કરતાં જુનિયર મેન્સ હોકી ચેમ્પિયનશિપમાં ખાતુ ખોલાવ્યું હતુ. જેમાં ભારત તરફથી વાઈસ કેપ્ટન અનેસંજય તેમજ અરાઈજીત સિંઘે 3-3 ગોલ નોંધાવ્યા હતા. ત્યારે ભારત આગામી 27 નવેમ્બરે આખરી લીગ મેચમાં પોલેન્ડ સામે રમશે. આમ ઓડિશાના ભુવનેશ્વરમાં ચાલી રહેલા મેન્સ જુનિયર હોકી વર્લ્ડકપમાં ભારતે તેની બીજી ગ્રૂપ મેચમાં સારો દેખાવ કર્યો હતો. જેમાં ભારત તરફથી સંજયે 17મી,32મી અને 59મી મિનિટે પેનલ્ટી કોર્નરને ગોલ ફેરવતા ટીમની સ્થિતિ મજબુત કરી હતી. જ્યારે અરાઈજીત સિંઘે 40મી,50મી અને 51મી મિનિટે ગોલ નોંધાવ્યા હતા. આ ઉપરાંત ઉત્તમ સિંઘ-શારદાનાથ તિવારીએ 2-2 તેમજ કેપ્ટન વિવેક સાગર પ્રસાદ,મનીન્દર સિંઘ અને અભિષેક લાકરાએ 1-1 ગોલ કર્યા હતા. જ્યારે બીજીતરફ કેનેડા તરફથી એકમાત્ર ગોલ 30મી મિનિટે ક્રિસ્ટોફર ટાર્ડિફે કર્યો હતો. જુનિયર મેન્સ હોકી વર્લ્ડકપમાં એક દિવસે બે વખત સૌથી મોટા માર્જીનથી મેચ જીતવાનો રેકોર્ડ તુટી ગયો હતો. આર્જેન્ટીનાએ 14-0થી ઈજીપ્તને પરાજય આપ્યો હતો. જે જુનિયર મેન્સ હોકી વર્લ્ડકપમાં સૌથી મોટા અંતરનો વિજય હતો. આ અગાઉનો રેકોર્ડ ઇસ.1982માં ભારતે 13-0થી સિંગાપોરને હરાવીને નોંધાવ્યો હતો. ત્યારે આ રેકોર્ડ આર્જેન્ટીનાએ તેના ગણતરીના કલાકોમાં સ્પેને 17-0થી અમેરિકાને હરાવીને પોતાના નામે નોંધાવી લીધો હતો. આ સિવાય નેધરલેન્ડે પણ હાઈસ્કોરિંગ મેચમાં 12-5થી સાઉથ કોરિયાને હરાવ્યું હતુ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.