જુનિયર મેન્સ હોકી વિશ્વકપની પ્રથમ મેચમાં ભારતનો ફ્રાન્સ સામે 4-5થી પરાજય થયો

Sports
Sports

ઓડિશામાં શરૂ થયેલા જુનિયર મેન્સ હોકી વર્લ્ડકપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતને પ્રથમ ગ્રૂપ મેચમાં હારનો સામનો કરવો પડયો હતો. જેમાં ભારતનો ફ્રાન્સ સામે 4-5થી પરાજય થયો હતો. ભારતીય ખેલાડીઓએ આખરી મિનિટોમાં 2 ગોલ ફટકાર્યા હતા. ભારત છેલ્લે વર્ષ 2016માં રમાયેલા જુનિયર મેન્સ હોકી વર્લ્ડકપમાં ચેમ્પિયન બન્યું હતુ. જ્યારે ફ્રાન્સની ટીમ આ વર્લ્ડકપમાં ક્વોલિફાય પણ થઈ શકી નહતી. ભારતનો વર્ષ 2013 પછી ફ્રાન્સ સામેની ત્રીજી મેચમાં પ્રથમ પરાજય થયો હતો. ત્યારે ભારત પોતાની બીજી ગ્રૂપ મેચમાં કેનેડા સામે રમશે. આ મેચમાં ભારતે મોટા માર્જીનથી જીતવું પડશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.