જુનિયર હોકી વર્લ્ડકપમાં પોલેન્ડને હરાવી ભારતનો ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ થયો

Sports
Sports

ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે 8-2થી પોલેન્ડને આખરી પૂલ મેચમાં હરાવી મેન્સ જુનિયર હોકી વર્લ્ડકપની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. તા.1 ડિસેમ્બરે ભારત અને બેલ્જીયમ વચ્ચે ક્વાર્ટર ફાઈનલ મુકાબલો ખેલાશે. ભારત તરફથી સંજય,સુદીપ અને અરાઈજીત સિંઘે બે-બે ગોલ ફટકાર્યા હતા. આ સિવાય ભારત અગાઉ ફ્રાન્સ સામે 4-5થી હાર્યું હતુ. જ્યારે ભારતે 13-1થી કેનેડાને હરાવ્યું હતુ. ફ્રાન્સે તેની આખરી લીગ મેચમાં કેનેડાને 11-1થી હરાવ્યું હતુ. જ્યારે ફ્રાન્સ ક્વાર્ટર ફાઈનલમાં મલેશિયા સામે મુકાબલો ખેલશે. ભારત તરફથી વાઈસ કેપ્ટન સંજયે ચોથી અને 58મી મિનિટે પેનલ્ટી કોર્નરથી ગોલ નોંધાવ્યો હતો. જ્યારે સુદીપ ચિર્માકો અને અરાઈજીત સિંઘ હુન્ડાલે બે-બે ગોલ કર્યા હતા. જ્યારે ઉત્તમસિંઘ અને શારદાનંદ તિવારીએ 1-1 ગોલ નોંધાવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.