IPL : શાનદાર ઇકોનોમી રેટ અને લેગ સ્પિનની મિસ્ટ્રીને કારણે રવિ બિશ્નોઈની પસંદગી થઈ

Sports
Sports

IPL 2021માં પંજાબ સુપરકિંગ્સ ટીમની છેલ્લી મેચ ચેન્નઈ સુપરકિંગ્સ સામે હતી. પંજાબ આ મેચ હારી ગયું, પરંતુ ટીમના એક ખેલાડીએ પોતાના પ્રદર્શનથી આગવી છાપ છોડી હતી. રાજસ્થાનના જોધપુરના રહેવાસી યુવા લેગ-સ્પિનર ​​રવિ વિશ્નોઈએ મેચમાં ચેન્નઈ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ક્લીન બોલ્ડ કરી ઘણી પ્રશંસા મેળવી હતી.

રવિએ ફર્સ્ટ ક્લાસ મેચોમાં 5.48 અને T20 મેચોમાં 6.63ની પ્રભાવશાળી ઈકોનોમી સાથે બોલિંગ કરી છે. આ શાર્પ બોલિંગના કારણે તેને IPLની નવી ફ્રેન્ચાઈઝી ટીમ લખનઉએ 4 કરોડ રૂપિયામાં ટીમમાં જોડ્યો હતો, હવે તેને વેસ્ટ ઈન્ડીઝ સામે ઘરઆંગણે રમાનારી વન-ડે અને T20 સિરીઝ માટે બંને ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.