IPL 2020: મોટો ઝટકો RCBને લાગશે, આ સ્ટાર ખેલાડી થઈ શકે છે બહાર.

Sports
Sports

IPL 2020ના સિઝનમાં પ્લેઓફમાં પહોંચેલી RCBને એક મોટો ઝટકો લાગી શકે છે. RCBના ફાસ્ટ બોલર નવદીપ સૈની ઈજાગ્રસ્ત થઈ ગયો છે. તે આગળની મેચ રમી શકશે કે નહીં તે અંગે હાલ સસ્પેન્સ છે. રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ ની ઈનિંગ દરમિયાન 18મી ઓવરના અંતિમ બોલ પર સૈનીને જમણા અંગુઠા પર ઈજા પહોંચી હતી. જે બાદ તે મેદાનથી બહાર જતો રહ્યો હતો. ટીમના ફિજિયો ઈવાન સ્પિચલીએ તેની ઈજા અંગે મોટી જાણકારી આપી છે. ટીમના ફિજિયો ઈવાન સ્પિચલીએ સૈનીને લઈને કહ્યું કે, તેને નથી ખબર કે સૈની ક્યારે ફિટ થશે. સૈનીના અંગુઠા પર ટાંકા આવ્યા છે. તેની ઈજાનું મોનિટરિંગ થઈ રહ્યું છે. સ્પિચલીએ કહ્યું કે, ચાર-પાંચ વર્ષ પહેલાં વિરાટ કોહલીને પણ કોલકાતામાં અંગુઠામાં ઈજા પહોંચી હતી. તેને પણ ટાંકા લેવા પડ્યા હતા અને તેમ છતાં તેણે સદી લગાવી હતી. જો કે, તમે બંનેની ઈજાની સરખામણી કરી શકતા નથી. સ્પિચલીએ કહ્યું કે, સૈનીએ જમણા હાથમાં ઈજા આવી છે, જેના વડે તે બોલિંગ કરતો હતો. અને તેને કારણે તેનાં પર ખુબ જ દબાણ છે. મને નથી ખબર કે તે મેચ રમવા માટે ક્યાં સુધી ફિટ થશે. આશા કરી રહ્યો છું કે તે આગામી મેચ અને બાકી ટુર્નામેન્ટમાં રમવા માટે સક્ષમ હોય. આઈપીએલમાં રમાયેલી લો સ્કોરિંગ મેચમાં ચેન્નઈનો 8 વિકેટે બેંગ્લોર સામે વિજય થયો છે. બેંગ્લોર દ્વારા આપવામાં આવેલા 146 રનના ટાર્ગેટને ચેન્નઈએ 19મી ઓવરમાં જ આંબી લીધો હતો. ઓપનિંગમાં આવેલા ઋતુરાજ ગાયકવાડની આઈપીએલની મેડન સદીને આધારે ચેન્નઈ આ વિજય મેળવવામાં સફળ રહ્યું હતું. ચેન્નઈ સામેની મેચમાં બેંગ્લોરે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો પણ તેઓ મોટો સ્કોર કરવામાં સફળ થયા નહોતા. બેંગ્લોરના સુકાની વિરાટ કોહલીની અડધી સદી અને ડિવિલિયર્સના 39 રન સિવાય કોઈ ખેલાડી મોટી ઈનિંગ રમી શક્યો નથી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે જીતવા માટે ચેન્નઈને 146 રનનો ટાર્ગેટ આપ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.