ભારતના સીનિયર રોવર અરવિંદ સિંઘે લાઈટવેઈટ મેન્સ સિંગલ્સ સ્કલ્સ ઈવેન્ટમાં ગોલ્ડમેડલ જીત્યો

Sports
Sports

ભારતની અન્ય ત્રણ ટીમોએ જુદી-જુદી ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યા હતા. અગાઉ ભારતના બજરંગ લાલ જાટ અને રવિએ ડબલ્સ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. જ્યારે સિંગલ સ્કલ્સમાં પરમિંદર સિંઘને સિલ્વર મેડલ મળ્યો હતો.

આમ એશિયન રોવિંગ ચેમ્પિયનશિપમાં ભારતે બે ગોલ્ડ અને ચાર સિલ્વર એમ કુલ છ મેડલ જીતીને પ્રભાવશાળી દેખાવ કર્યો હતો. આજે યોજાયેલી ઈવેન્ટમાં ભારતના અરવિંદ સિંઘે સાત મિનિટ અને ૫૫.૯૪૨ સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. અરવિંદ ટોક્યો ઓલિમ્પિકમાં ૧૧માં સ્થાને રહ્યો હતો. તેણે ઉઝબેકિસ્તાન, ચીન, વિયેતનામ, ઈન્ડોનેશિયા અને થાઈલેન્ડના હરિફોને હરાવ્યા હતા.

ભારતીય રોવર્સે આજે મેન્સ લાઈટ વેઈટ ડબલ સ્કલ્સ, મેન્સ ક્વોડ્રુપલ સ્કલ્સ અને મેન્સ કોક્ષલેસ ફોર ઈવેન્ટ્સમાં સિલ્વર મેડલ જીત્યા હતા. લાઈવેઈટ મેન્સ ડબલ્સમાં આશિષ ફુગાટ અનેસુખજીીન્દર સિંઘે સિલ્વર જીત્યો હતો. જ્યારે ક્વોડ્રુપલ સ્કલ્સમાં બિટ્ટુ સિંઘ, જાકર ખાન,મનજીત કુમાર અને સુખમીત સિંઘે શાનદાર દેખાવ કર્યો હતો, પણ તેઓ માત્ર ૦.૫૨૩ સેકન્ડથી ગોલ્ડ ચૂક્યા હતા. જાસવીર સિંઘ, પુનિતકુમાર, ગુરમીત સિંઘ અને ચરણજીત સિંઘે મેક્સ કોક્ષલેસ ફોર ફાઈનલમાં સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.