એશિયન ગેમ્સમાં ભારતીયનું શાનદાર પ્રદર્શન, તીરંદાજીમાં ભારતીય દીકરીઓએ રચ્યો ઈતિહાસ

Sports
Sports

એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનું જોરદાર પ્રદર્શન જારી રહ્યું છે. ભારતે એશિયન ગેમ્સમાં પણ 19 ગોલ્ડ સહિત 82 મેડલ જીતીને પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. પરંતુ અત્યારે લક્ષ્ય 100 મેડલનું છે. આજે, ગેમ્સના 12માં દિવસે, ભારતીય ખેલાડીઓ સ્ક્વોશમાં બે ગોલ્ડ મેડલ મેચમાં ભાગ લેશે. કમ્પાઉન્ડમાં મહિલા ટીમે ફાઇનલમાં ગોલ્ડ જીત્યો હતો. બીજી તરફ પીવી સિંધુએ તેની ક્વાર્ટર ફાઈનલ મેચ હારી હતી.

જ્યોતિ સુરેખા વેન્નમ, અદિતિ સ્વામી અને પ્રનીત કૌરની ત્રિપુટીએ તીરંદાજીમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. મહિલા ટીમ ઈવેન્ટની ફાઇનલમાં ભારતને ચાઈનીઝ તાઈપેઈના પડકારનો સામનો કરવો પડ્યો હતો. ભારતે ફાઈનલ મેચ 230-229 થી જીતી હતી. છેલ્લા રાઉન્ડ પહેલા મુકાબલો 200-200ની બરાબરી પર હતો. ભારતીય ત્રિપુટીએ સતત ત્રણ વખત પરફેક્ટ 10 શોટ કર્યા અને ગોલ્ડ મેડલ જીત્યો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.