ભારતીય મહિલા ફૂટબોલ ટીમનો બ્રાઝિલ સામે 1-6થી પરાજય થયો

Sports
Sports

બ્રાઝિલની મહિલા ટીમ સામેની ફૂટબોલ મેચમાં ભારતીય મહિલા ટીમનો 1-6થી પરાજય થયો હતો. બ્રાઝિલમાં રમાઈ રહેલી ચાર દેશોની મહિલા ફૂટબોલ ટીમો વચ્ચેની ટુર્નામેન્ટની આ મેચથી ભારતીય ફૂટબોલમાં નવો ઈતિહાસ રચાયો હતો. જેમાં સૌપ્રથમવખત ભારતની ફૂટબોલ ટીમ બ્રાઝિલ સામે ટકરાઈ હતી. જેમાં ભારતની મનિષા કલ્યાણે આ મેચમાં ગોલ નોંધાવતા નવું સીમાચિહ્ન હાંસલ કર્યું હતુ. આ સિવાય લેજન્ડરી બ્રાઝિલીયન ફૂટબોલર ફોર્મિગાએ ભારત સામેની મેચ પૂર્ણ થતાં જ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લીધી હતી. બોર્ગોસ એરિએડિનાએ 2 અને કેરોલીના,જેયસે ફેરેઈરાએ 1-1 ગોલ નોંધાવ્યા હતા. ભારતીય મહિલા ટીમ આવતા વર્ષના એએફસી એશિયન કપની તૈયારીના ભાગરૂપે બ્રાઝિલમાં ચાર દેશોની ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યું છે. જેમાં ભારતને આગામી 29મી નવેમ્બરને સોમવારે ચિલી સામે રમવાનું છે. જ્યારે બીજી ડિસેમ્બરે ભારત અને વેનેઝુએલા આ સમયે ટકરાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.