ભારતીય મહિલા ક્રિકેટરોએ લહેરાવ્યો ઝંડો, મેળવી ટેસ્ટ ઈતિહાસની સૌથી મોટી જીત

Sports
Sports

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં ઈતિહાસ રચ્યો છે. આ મેદાન પર રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 347 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ મેચના ત્રીજા દિવસે આ જીત હાંસલ કરી હતી. ભારતે તેની પ્રથમ ઇનિંગમાં 428 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ટીમ ઈન્ડિયાના બોલરોએ ઈંગ્લેન્ડને પ્રથમ દાવમાં સસ્તામાં આઉટ કરી દીધું હતું. ઈંગ્લેન્ડની ટીમ માત્ર 136 રનમાં જ સમેટાઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને ફોલોઓન ન આપ્યું અને બીજી ઈનિંગ રમવાનો નિર્ણય કર્યો. ભારતે તેનો બીજો દાવ છ વિકેટના નુકસાને 186 રન પર ડિકલેર કર્યો હતો અને ફરીથી ઈંગ્લેન્ડને 479 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ બીજી ઈનિંગમાં પણ ઈંગ્લેન્ડની ટીમ 131 રનમાં ઓલઆઉટ થઈ જતાં મેચ હારી ગઈ હતી. મહિલા ટેસ્ટ ઈતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી મોટી જીત છે.

ભારતના બોલરોએ બંને ઇનિંગ્સમાં ઇંગ્લેન્ડના બેટ્સમેનોને વિકેટ પર ટકવા દીધા ન હતા. આ મેચમાં ભારત તરફથી દીપ્તિ શર્માએ સૌથી વધુ વિકેટ ઝડપી હતી.દીપ્તિએ પ્રથમ ઇનિંગમાં પાંચ અને બીજી ઇનિંગમાં ચાર વિકેટ ઝડપી હતી. એટલે કે તેણે આખી મેચમાં કુલ નવ વિકેટ લીધી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.