ભારત 6 વિકેટે જીત્યું, અંતિમ ઓવરમાં 14 રનની જરૂર હતી

Sports
Sports

ટીમ ઈન્ડિયાએ ટી 20 સીરીઝ પર કબ્જો કરી લીધો છે. સિડનીમાં રવિવારે વિરાટ બ્રિગેડે ઓસ્ટ્રેલિયાને બીજી ટી 20 માં વિકેટે હરાવ્યુ છે. સતત બે મેચ જીતીને ટીમ ઈન્ડિયાએ 3 મેચોની ટી 20 સીરીઝ પર કબ્જો કર્યો છે. ત્યારે હવે આ સીરીઝની છેલ્લી મેચ 8 ડિસેમ્બરના રોજ સિડનીમાં યોજાશે.

ભારતીય ટીમે 195 રનના ટાર્ગેટને 19.4 ઓવરમાં 4 વિકેટ ખોઈને હાંસલ કરી લીધો હતો. ટીમ ઈન્ડિયા તરફથી કેપ્ટન વિરાટ કોહલીએ 40 રન, શિખર ધવને 52 રન, કેએલ રાહુલે 30 રન અને છેલ્લે હાર્દિક પાંડ્યાએ નોટઆઉટ 42 રનનું યોગદાન આપ્યુ હતું. છેલ્લી ઓવરમાં 14 રનની જરૂર હતી. હાર્દિક પાંડ્યાએ ડેનિયલ સેમ્સની ઓવરમાં બે છગ્ગા લગાવીને ભારતને જીત અપાવી દીધી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.